લંપટ શિક્ષક 17 વર્ષની છોકરીને ભગાડી ગયો, માતાનું હૈયાફાટ રુદન, મારી દીકરીને શોધી આપો, મારે એક વાર જોવી છે

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસમાં ટ્યુશન લેવા જતી 17 વર્ષીય વિદ્યાર્થીનીને સુનિલ દાવડા નામનો શિક્ષક લગ્ન કરવાના બહાને ભગાડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ બનાવ બાદ પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં ન્યાય માટે માતા-પિતા વલખાં મારી રહ્યાં છે. આ મામલે પોલીસ કામગીરી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીનીના માતા-પિતાએ 24 કલાકમાં શિક્ષક ન પકડાય તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતાં જિલ્લા પોલીસ દોડતી થઇ છે.

17 વર્ષની વિદ્યાર્થીનીને શિક્ષક ભગાડી ગયો
ગઇકાલે વિદ્યાર્થીની માતાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, મારી 17 વર્ષની દિકરીને ટ્યૂશન ક્લાસીસ ચલાવતો શિક્ષક ભગાડીને લઇ ગયો છે. એ જીવે છે કે મરી ગઇ છે એની પણ મને ખબર નથી. વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસનો સુનિલ દાવડા નામનો શિક્ષક મારી દિકરીને ભગાડી ગયો છે. હજી સુધી એની કોઇ ભાળ મળી નથી. હું બધાને પગે લાગીને વિનંતી કરૂ છુ કે, મારી દિકરીને મારી પાસે હાજર કરો’ આ મામલે માતા-પિતાએ 24 કલાકમાં શિક્ષક ન પકડાય તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતાં જિલ્લા પોલીસ દોડતી થઇ છે.

ન્યાય ક્યારે તે એક સવાલ?
વિશ્વાસ ટ્યુશન ક્લાસના શિક્ષક દ્વારા વિધાર્થિનીને ભગાડી જવાના મામલે 41 દિવસ પહેલા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ પણ જાતની તપાસ કરવામાં ન આવતી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેવા સંજોગોમાં ન્યાય ક્યારે મળશે? તે એક સવાલ ઉભો થયો છે. જો 24 કલાકમાં પોલીસ દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે અને લંપટ શિક્ષકને ઝડપી લેવામાં નહીં આવે તો ભોગ બનનાર વિદ્યાર્થિનીના માતા-પિતા આત્મહત્યા કરી લેશે તેવી ચીમકી મીડિયા સમક્ષ આપવામાં આપી છે.

error: Content is protected !!