વેપારીની સરાહનીય કામગીરી: પતંગની દોરીની ગૂંચ આપી જાઓ ને ખમણ કે ચીઝ રોલ-લોચો ફ્રી લઈ જાઓ

સુરતઃ આ વર્ષે સુરતીઓએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા 2 દિવસની નહીં, પરંતુ 3 દિવસ માણી છે. ત્યારે હવે ઠેર ઠેર ઝાડ પર, ઇલેક્ટ્રિક વાયરો પર અને લાઇટના પોલો પર કપાયેલા પતંગો તથા ધારદાર દોરાઓ લટકતા જોવા મળી રહ્યાં છે. જોકે દોરાઓને કારણે અનેક નાના-મોટા અકસ્માતો પણ થતા જોવા મળે છે, જેમાં પશુ, પક્ષીથી માંડી માણસોને પણ જાન હાનિ થાય છે.

ગૂંચના બદલે નાસ્તોઃ શહેરના એક જીવદયાપ્રેમી અને વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલવતા ચેતન અને પરેશે મળી અનોખી ઓફર જાહેર કરી છે.

તેમણે એવી ઓફર આપી છે કે 500 ગ્રામ દોરીની ગૂંચ લાવનારને 500 ગ્રામ સાદા ખમણ તથા 1 કિલો દોરીની ગૂંચ લાવનારને 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપશે.

20 જાન્યુઆરી સુધી ઓફરઃ ઉલ્લેખનીય છે કે આમ તો સુરતીઓને નાસ્તામાં સૌથી પ્રિય લોચો અને ખમણ રહેતાં હોય છે, એવામાં જ ઉત્તરાયણના દિવસે આવી ઓફર મળી છે. વિક્રેતાએ કહ્યું હતું કે ઓફર 20 જાન્યુઆરી સુધી રાખી છે.

પાટણ શહેરના ઝીણી પોળ મહોલ્લાના યુવાનો દ્વારા બે દિવસ ઉતરાયણ બાદ શનિવારે અને રવિવારે સવારથી મહોલ્લા પોળ સહિત વિસ્તારમાં ફરી ધાબા, અગાસી અને રસ્તા પાર બિન જરૂરી દોરી એકઠી કરી નાશ કર્યો હતો. જેમાં અંદાજીત 4 કિલો દોરી એકત્ર કરી નાશ કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, આ દોરી ધાબા અગાસીમાં પડી રહેતો ચણ માટે આવતા પક્ષીઓના પગમાં કે પાંખોમાં ભરાઈ જવાથી મોત પણ થઈ શકે છે. જેથી અમે વિસ્તારમાં ફરી આ અભિયાન હાથ ધર્યું હતું. જો અમારી જેમ બધાજ પોત પોતાના વિસ્તારમાં આવું કરે તો પક્ષીઓ પણ સલામત રહશે.

error: Content is protected !!