દીકરાનો છેલ્લીવાર ચહેરો પણ ન જોઈ શકી, માતાના છાતીફાટ રુદનથી સૌ કોઈ ભાવુક થયા

સુરતના ઉધના વિસ્તારમાં રહેતો રોહિત સિંગ ટેક્સટાઇલ મિલમાં ડાઇંગ માસ્ટર તરીકે કામ કરવા જતો હતો. ત્યાં તે સોનમ નામની મુસ્લિમ યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ ટેલીફોનિક વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ પ્રેમ લગ્ન થયા હતા. રોહિતસિંગ રાજપુતના આ પગલાને કારણે ઘરના લોકો તેનાથી નારાજ હતા. વિધર્મી યુવતી સાથે રહેતો હોવાની વાત જાણીને પરિવારે તેનાથી થોડું અંતર વધારી દીધું હતું. એમને એવી આશા હતી કે તેની સાથે સંપર્ક ઓછો કરી દઈએ તો તે કદાચ એ યુવતીને છોડીને પરત આવી જશે. પરંતુ એ તો ના આવ્યો પરંતુ એનું મોત જરૂર આવી ગયું.

ઘટના શું હતી?
સુરતમાં ઉધના બીઆરસી ખાતે ડાઈંગ મિલમાં માસ્તર તરીકે નોકરી કરતા યુવકે ફેસબુક પર સુસાઇડ નોટ અપલોડ કરી આપઘાત કરી લીધો હતો. સુસાઇડ નોટમાં લખ્યું છે કે પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવી દીધું હતું. જેના કારણે આ પગલું ભર્યું છે. આ ઘટના બે મહિના પહેલા બની હતી.

વતનથી એક મિત્ર મારફતે મૃતકના ભાઈને આપઘાતની ખબર પડી હતી. આથી માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેનો ભાઈ મુક્તાર અલી(બન્ને (રહે,પટેલનગર,ઉધના,મૂળ રહે,યુપી) સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

વિધર્મી સાથે પ્રેમ વિવાહનો અંત ખૂબ જ કરૂણ આવ્યો
રોહિતસિંગ સોનમ નામની મહિલા સાથે સંપર્કમાં આવીને તેની સાથે લગ્ન કરી રહેવાની શરૂઆત કરી દીધી હતી. આખરે આ પ્રેમ વિવાહનો અંત ખૂબ જ કરૂણ આવ્યો છે. રોહિતસિંગએ જે સુસાઇડ નોટ લખી છે. તેમાં ઉલ્લેખ કર્યો છે કે મારી વિધર્મી પત્ની અને મારા સાળા અખ્તરે મને ગૌમાંસ ખવડાવી દીધું છે. પોતે હિન્દુ હોવા છતાં ગાય માતાને પૂજનીય માને છે.તેવી જાણ હોવા છતાં વિદ્યાર્થીએ કુકર્મ કર્યું હતું.

રાહિત સિંગના પરિવારને ન્યાય મળે એ જ આશા
રાજેન્દ્ર સિંગે જણાવ્યું કે મારા ભત્રીજાનો એક વિધર્મી મહિલાએ ભોગ લઈ લીધો છે. એનો ભાઈ અખ્તર અલી આ ષડયંત્રમાં સામેલ હતો. ટેક્સટાઇલ મિલમાં સાથે કામ કર્યા બાદ તેને પોતાની મોહજાળમાં ફસાવી લીધો હતો.

કેટલીક ચોંકાવનારી હકીકતો જે અમારી સામે આવી છે તે પણ અમે પોલીસ આગળ રજૂ કરી છે. પોલીસે ખૂબ સહકાર આપ્યો છે. હિન્દુ સંગઠનોએ પણ ખૂબ સહકાર આપ્યો છે અને તેના કારણે અમને આશા છે કે વિધર્મી સોનમ અને તેનો ભાઈ અખ્તર અલીને પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરશે.

error: Content is protected !!