પત્નીએ ગાયનું માંસ ખવડાવતા પતિએ જીવન ટૂંકાવ્યું, લખ્યું- હું હવે જીવવા લાયક નથી રહ્યો

એક રુંવાટા ઉભા કરી દેતો બનાવ સામે આવ્યો છે. યુવકને પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવ્યું હતું. યુવકને એટલો ત્રાસ આપ્યો કે તેણે જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે લોહીના આંસુઓએએ લખેલી સુસાઈટ નોટ વાંચીને તમે પણ હચમચી જશો. જેના આધારે પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેનો ભાઈ મુક્તાર અલી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

આ હચમચાવી ઘટનાની વિગત એવી છે કે સુરતમાં ઉધના બીઆરસી ખાતે ડ્રાઇગ મિલમાં માસ્તર તરીકે નોકરી કરતા યુવકે ફેસબુક પર સુસાઇડ નોટ અપલોડ કરી આપઘાત કરી લીધો હતો. આ ઘટના બે મહિના પહેલા બની હતી. વતનથી એક મિત્ર મારફતે મૃતકના ભાઈને આપઘાતની ખબર પડી હતી. આથી માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેનો ભાઈ મુક્તાર અલી(બન્ને (રહે,પટેલનગર,ઉધના,મૂળ રહે,યુપી) સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

પરિવારની વિમુખ જઈ પ્રેમિકા સાથે લગ્ન કર્યા
27 વર્ષીય રોહિત સિંગ ઉધના બીઆરસીમાં ડાઇગ મિલમાં નોકરી કરતો તે વખતે મિલમાં નોકરી કરતી સોનમ અલી સાથે પ્રેમ થયો હતો. સોનમ મુસ્લિમ હોય અને તેના અગાઉ લગ્ન થયેલા હોય જેના કારણે પરિવારજનોએ રોહિતસિંગને લગ્ન કરવાની ના પાડી હતી અને લગ્ન કરે તો અલગ રહેવાની વાત કરી હતી. આથી રોહિત સિંગ પરિવારને છોડી સોનમ સાથે છેલ્લા એક વર્ષથી રહેતો હતો અને પરિવાર સાથે કોઈ સંબંધ પણ રાખ્યો ન હતો.

અંતિમ સંસ્કાર મકાન માલિકે પાસે કરાવી દીધા
રોહિતસિંગને પત્ની અને સાળા મુક્તાર અલીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગૌ-માંસ ખવડાવી માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે રોહિતસિંગએ 27મી જુને બપોરના સમયે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રોહિતસિંગના મોતની ખબર પરિવારને આપી ન હતી અને અંતિમ સંસ્કાર મકાન માલિકે પાસે કરાવી દીધા હતા. બે મહિના પછી પરિવારજનોને સોશિયલ મીડિયાના માધ્યમથી એક મિત્રના મારફતે ભાઈના આપઘાતની ખબર પડી હતી.

સુસાઇડ નોટ આધારે ગુનો નોંધાવાયો
સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં મૃતકે પોતે લખેલી સુસાઇડ નોટ આધારે પરિવારે મૃતકની પત્ની અને ભાઈ સામે ગુનો નોંધાવ્યો છે. જો કે સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ ક્યારે અપલોડ કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી આગળની કાર્યવાહી કરશે.

હિંદીમાં સુસાઇડ નોટ લખી ફેસબુક પર મુકી
આજ મે ઈસ દુનિયા કો છોડ કે જા રહા હું, મેરી મોત કા કારણ મેરી બીબી સોનમ ઔર ઉસકા ભાઈ અખ્તર અલી હૈ, મેરે સભી દોસ્તો સે અનુરોધ હૈ, આપ લોગ મુજે ઇનસાફ દિલાના, મુજે જાન સે મારને કી ધમકી દેકર ગૌ-માંસ ખીલાયા ગયા, મેં અબ ઈસ દુનિયા મે જીને કે લાયક નહિ હું, ઈસી લીયે મે આત્મહત્યા કરને જા રહા હું, આપકા અપના રોહિતસિંગ

error: Content is protected !!