મહેશ સવાણીએ હનીમૂન પર મોકલેલી ગુજરાતની દીકરીઓ ઝૂમી ઉઠી, આવી રીતે કરે છે મોજ, જુઓ તસવીરો

સુરતના ઉદ્યોગપતિ એવા મહેશભાઈ સવાણીએ અનાથ અને પિતા વિહોણી દીકરીઓ માટે મસીહા બનીને ઉભરી આવ્યા છે. હજારો દીકરીઓના પાલક પિતા એવા મહેશભાઈ સવાણીને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય. તેઓ વર્ષોથી અનાથ અને પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવે છે. કરિયાવર સ્વરૂપે ઘણો બધો સામાન પણ આપવામાં આવે છે, સાથે જ દીકરીઓ અને જમાઈને ફરવા માટે પણ મોકલવામાં આવે છે. અત્યારસુધમાં મહેશભાઈ સવાણી લગભગ 3500 નિરાધાર દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા સમૂહલગ્નના યુગલો માટે મનાલી પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 300 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા બાદ આ તમામ દીકરીઓને હનીમૂન પેકેજ પણ આપવામાં આવ્યું, જે અંતગર્ત પહેલા ગ્રુપને મનાલી મોકલવામાં આવ્યા. જ્યાંથી તેમની શાનદાર તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તમામ દીકરીઓ અને જમાઈઓના ચહેરા ઉપર ખુશી વ્યાપેલી જોવા મળી રહી છે.

આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર યુગલો હાલ મનાલી પ્રવાસ પર છે. તેઓ મનાલીમાં વરસતા બરફ વચ્ચે હનીમૂન મનાવી રહ્યા છે. આ યુગલો મનાલીમાં હનીમૂન પર ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. હનીમૂનની ખુશી યુગલોના ચહેરા પણ પણ જોઈ શકાય છે. આ યુગલો માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તેમના માટે ખાસ રૂમ અને ફરવા માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે વીડિયોમાં જોઈ શકાય છે.

આ કપલ્સમાંથી એક નવપરિણીતાએ વીડિયો ઉતારી સોશયલ મીડિયા પર અપલોડ કર્યો છે. જેમાં મનાલી પ્રવાસમાં કેવી સુવિધા મળી રહી છે તેનું વર્ણન કરી રહી છે. આવો જ એક વીડિયો ખુદ પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણીએ અપલોડ કર્યો છે.

વીડિયોમાં યુવતી આસપાસનું મનમોહક બર્ફીલુ વાતાવરણ અને ગેલેરી, હોટેલના રૂમ, બાથરૂમ અને લોબીના દૃશ્યો દેખાડ્યા હતા. પણ બતાવી રહી છે. યુવતી છેલ્લે મેસેજ આપતાં કહે છે કે “હું મારા પિતા મહેશભાઈ સવાણીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેમના કારણે અમે અહીંયા આવી શક્યા, જે અમે અમારી રીતે ક્યારેય ના આવી શકતા.

વીડિયોમાં નવપરિણીતાએ જણાવ્યું હતું કે અમે 10 દિવસ માટે હનીમૂન માટે મનાલી આવ્યા છીએ, અને બહુ જ ખુશ છીએ. રૂમની સુવિધા પણ બહુ મસ્ત છે. ટ્રેનથી લઈને બસમાં લઈ જવાનું આયોજન પણ ખૂબ જ સરસ છે. રૂમ પણ બહુ મસ્ત છે. સાથે સાથે નાસ્તા અને જમાવાનું પણ એટલું જ જોરદાર છે. અમારા પપ્પા મહેશભાઈ સવાણી અમે બહુ જ ખુશ છીએ. તમારો લાખ લાખ આભાર. અમે અમારા પરિસ્થિતિ પ્રમાણે જીવનમાં પણ મનાલી ન જઈ શકેત. પણ અત્યારે એમ લાગે છે કે બધુ જ મળી ગયું. કંઈ જોઈતું જ નથી.

આ ઉપરાંત પણ મહેશભાઈ સવાણીએ તેમના સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો શેર કર્યા છે, જેમાં કપલ મનાલીમાં મજા માણતા જોવા મળી રહ્યા છે, સાથે જ તેમના ચહેરા ઉપર આ હનીમૂનની ખુશી પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. તમામ યુગલો મનાલી પ્રવાસ માટે મહેશભાઈ સવાણીનો આભાર પણ વ્યક્તિ કરી રહ્યા છે. આ ઉપરાંત યુગલો મનાલીમાં ગરબા રમ્યા હતા.

નોંધનીય છે કે પીપી સવાણી ગ્રુપ દ્વારા 4 અને 5 ડિસેમ્બર ચૂદડી મહિયરની સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 યુગલોકએ ફેરા લીધા હતા. જે અંતર્ગત યુગલોનું પ્રથમ ગ્રુપ 5 જાન્યુઆરીના રોજ મનાલી જવા માટે રવાના થયું હતું. ત્યાર બાદ તમાને ટ્રેન મારફતે મનાલી પ્રવાસમાં રવાના કરવામાં આવ્યા હતા.

સુરતમાં આવેલ મિતુલ ફાર્મ ખાતે મહેશભાઈએ દીકરીઓ અને જમાઈને એકત્ર કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસનું શિડ્યુલ અને આયોજનની સમજૂતી આપવામાં આવી હતી. જેના બાદ બપોરે 3:30 કલાકની આસપાસ તમામ યુગલોને રેલવે સ્ટેશન પહોચવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા. રેલ્વે સ્ટેશન પર તમામ કપલ પીળા રંગની ટીશર્ટ પહેરીને આવ્યા હતા.

મનાલીમાં આ યુગલ 10 દિવસ સુધી રોકાશે, તમામ કપલના ચહેરા પર હનીમૂનની ખુશીનો આનંદ જોઈ શકાતો હતો. તમામે હસતા ચહેરે પોઝ આપ્યા હતા. તેમના માટે હોટલમાં રહેવા જમવા તથા સાઈટ સીનની વ્યવસ્થા અગાઉથી જ ઊભી કરવામાં આવી છે. મહેશભાઈ સવાણી દીકરીઓને કોઈ અગવળના પડે તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે.

error: Content is protected !!