પ્રેમિકાની યાદમાં યુવકે ઝાડા બંધ કરવાની 40 ગોળી ખાધી, પિતાએ કહ્યું- ‘મારા એકના એક દીકરાને બચાવી લો’

પ્રેમ આંધળો હોય છે એ ફરી એકવાર સુરતના ઉધનાના રિક્ષા ચાલકે સાબિત કરી દીધું છે. 3 દિવસ પહેલા છોડીને જતી રહેલી પ્રેમિકાના વિરહમાં લગભગ 40થી વધુ ઝાડા બંધ કરવાની ગોળીઓ ખાય આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રિક્ષાચાલકના પિતાએ તબીબોને જણાવ્યું હતું કે, મારો એકનો એક દીકરો છે અને મારો એકમાત્ર સહારો છે, સાહેબ બચાવી લો. તે આંખો કેમ નથી ખોલતો, પીડિત પિતાની વ્યથા સાંભળી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ ભાવુક બની ગયા હતા.

ઘરમાંથી બેભાન અવસ્થામાં યુવાન મળ્યો આપઘાતનો પ્રયાસ કરનાર જતીનના વૃદ્ધ પિતા વિષ્ણુભાઈ મરાઠાએ જણાવ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રના વતની છે અને સુરતમાં રહે છે. કલર કામ કરી એકના એક પુત્ર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. 22 વર્ષનો પુત્ર જતીન રિક્ષા ચલાવી વૃદ્ધ પિતાને આર્થિક મદદ કરી રહ્યો હતો. આજે બપોરે ઘરે ભોજન માટે આવતા ઘરમાંથી દીકરો બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. 108ની મદદથી સિવિલ લઈ આવતા વધુ પડતી ઝાડા બંધ થવાની ગોળીઓ ખાઇ લીધી હોવાનું બહાર આવ્યું હતું.

ઘરમાંથી દવાના ખાલી રેપર મળી આવ્યા 108ના EMT વિક્રમભાઇએ જણાવ્યું હતું કે, ઘરમાંથી દવાના ખાલી રેપર મળી આવ્યા હતાં. જમીન પર બેભાન પડેલા યુવાનનું નામ જતીન હોવાનું અને ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળતા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છીએ. હાલ એની તબિયત ગંભીર હોવાનું કહી શકાય છે.

યુવાન મહોલ્લાની યુવતીના પ્રેમમાં પાગલ હતો રિક્ષાચાલકના વૃદ્ધ પિતાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી જતીન મહોલ્લાની એક યુવતીના પ્રેમમાં પાગલ હતો બન્ને એકબીજા સાથે લગ્ન કરવાના હતાં. ઘણા સમયથી યુવતી અમારા ઘરમાં જ રહેતી હતી. જોકે બંને વચ્ચે કોઈ બાબતને લઈ ઝગડો થતા યુવતી ઘર છોડી પોતાના ઘરે જતી રહી હતી. બસ એના વિરહમાં જતીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. સાહેબ મારો એકનો એક દીકરો છે. બચાવી લો, હું કોના સહારે જીવીશ.

error: Content is protected !!