રોમિયોના ત્રાસથી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, યુવતીનો મોબાઈલ ચેક કર્યો તો પોલીસની આંખો થઈ ગઈ પહોળી

સુરતના કામરેજના પાસોદરામાં એક પરિણીતાએ રોમિયોના ટેલિફોનિક ત્રાસથી કેરોસિન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં 8 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. લગ્નના અઢી વર્ષમાં દોઢ વર્ષથી યુવક ફોન પર વાત કરવા દબાણ કરતો હોવાનું અને ગંદી ગાળો આપતો હોવાની ઓડિયો-ક્લિપ સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારે કહ્યું હતું કે અમને ન્યાય આપો, સમાજમાં દીકરીઓને બચાવવા કડક પગલાં લેવા જોઈએ.

મૃતકના લગ્નને અઢી વર્ષ જ થયા હતા
હાર્દિક નાકરાણી (મૃતક ધારાનો ભાઈ)એ જણાવ્યું હતું કે ઘટના લગભગ 12 ફેબ્રુઆરીની છે. બહેનનું પરિવાર કામ પર હતું. પાડોશીઓએ માહિતી આપી કે તમારા ઘરમાં આગ લાગી છે. દોડીને આવતા ધારા કેરોસિન છાંટી સળગી ગઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ધારાનું 20 ફેબ્રુઆરીના રોજ રવિવારે બપોરે મોત નીપજ્યું હતું. ધારાના લગ્નને અઢી વર્ષ જ થયા હતા.

મોત પહેલાં તમામ હકીકત જણાવી
રોહિત મનસુખભાઇ રાદડિયા (પીડિત પતિ)એ કહ્યું હતું કે પત્નીને જયદીપ સરવૈયા નામનો યુવક ફોન પર હેરાન કરતો હતો. પત્નીના ફોનમાંથી જયદીપની હેરાનગતિની તમામ ઓડિયો-ક્લિપ સાંભળી છે. બસ, તું મારી સાથે વાત કર, મને ફોન કર કહી ગંદી ગાળો આપતો હતો. સારવાર દરમિયાન ધારાએ પણ પોતાના અંતિમ નિવેદનમાં બધી જ હકીકત જણાવી છે. અમને ન્યાય મળે એવી જ અપેક્ષા રાખીએ છીએ, કામરેજ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

દોઢ વર્ષથી જયદીપ ફોન કરી હેરાન કરતો હતો
ધારા રાદડિયાનાં લગ્નને અઢી વર્ષ થયા હતાં. ધારાએ મોત પહેલા સારવાર દરમિયાન જયદીપનાં ત્રાસ અંગે નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લાં દોઢ વર્ષથી ગામનો જ જયદીપ સરવૈયા(કેશવાડા, તા ગોંડલ, રાજકોટ) ફોન પર વાત કરવા દબાણ કરી ગાળો આપતો હતો. વાત ન કરે તો ‘તારા મમ્મી પપ્પાને મારી નાંખીશ અને તને પણ મારી નાંખીશ’ની ધમકી આપતો. આરોપી વીડિયો કોલ પણ કરતો હતો. પોલીસ તપાસમાં ખબર પડી છે કે ધારા જયદીપનો ફોન વારંવાર કટ કરતી હતી છતાં જયદીપ તેને મિસ્ડ કોલ મારીને હેરાન કરતો હતો. હેરાનગતીની આ વાત ધારા પરિવારજનોને પણ જણાવી શકતી નહોતી.

હેરાનગતિની ઓડિયો ક્લિપ મળી
દોઢ વર્ષથી જયદીપ સરવૈયા ધારાને ફોનથી હેરાન કરતો હોવાની ક્લિપ તેણીના પતિને પત્નિનાં મોબાઇલમાંથી મળી હતી. જયદીપની વાત સાંભળી હોવાની વિગત બહાર આવી છે. ‘તું બસ મારી સાથે વાત કર, તું મને ફોન કર કહી ગાળ આપતો હતો. અને તને જીવવા નહીં દઉં તેવી ધમકી આપતો હતો.’

error: Content is protected !!