ગ્રીષ્માને સરાજાહેર ગળું કાપીને રહેંસી નાંખનાર ફેનિલના પિતા આકારાપાણીએ, કહી આંચકાજનક વાત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો વધ્યા છે અને ગુનેગારોને જાણે કાયદાનો ડર રહ્યો જ નથી. ત્યારે એક શોકિંગ અને અરેરાટીભરી ઘટનાએ આખા ગુજરાત રડાવી દીધું છે. જો કે ગઈકાલે સુરતમાં એક તરફી પ્રેમમાં પગાલ નરાધમ દ્વારા 21 વર્ષની દીકરી ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર થયેલી હત્યાની ઘટનાથી સમગ્ર ગુજરાત ધ્રુજી ગયું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો.વીડિયોમાં માસૂમ દીકરીને તડપતી જોઈને લોકોના મન ખિન્ન થઈ ગયા છે. લોકોમાં તીવ્ર રોષની લાગણી ફેલાઈ છે. સોશ્યલ મીડિયા પર પણ લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

સુરતમાં લાડલી દીકરી ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર ઘાતકી હત્યા બાદ તેના પરિવારના કેમેય કરીને આંસુઓ સૂકાતા નથી. આ જઘન્ય ઘટનાથી આખું ગુજરાત શોકમાં છે. 20 વર્ષીય નરાધમ યુવક ફેનિલ પર ચારેબાજુ ફીટકાર વર્ષી રહ્યો છે. ગ્રીષ્મના પરિવારજનો હત્યારાને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. પોલીસે પણ દાખલારૂપ સજા આપવાનું કહ્યું છે. બીજી તરફ આ ઘટનામાં ફેનિલના પિતાએ જે કહ્યું તેનાથી બધા ચોંકી ગયા છે.

સામાન્ય રીતે આવી ઘટનામાં આરોપીના પરિવારજનો આરોપીનો બચાવ કરતાં હોય છે કે મૌન સેવી લેતા હોય છે. ત્યારે ફેનિલના પિતાએ કહ્યું હતું કે દીકરાને ફાંસીને સજા આપશો તો પણ મંજૂર. ફેનિલના પિતા પંકજ ગોયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફેનિલ અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે સમયે મને કહ્યું હું કે હવેથી ગ્રીષ્માને હેરાન નહીં કરે, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક, કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.

માતા પિતા દીકરીના મોતથી અજાણ
પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામક યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે. તેમને ભાઈનો અકસ્માત થયો હોવાનું કહેવાયું છે.

આરોપી વિરુદ્ધ કરવામાં આવેલી FIR અક્ષરશ:
મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે, ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવેલ હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી.સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહેલ કે, ‘તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે?’ તેમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો. તેણે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલ જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું.

તે પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મુકી દીધું હતું, જેથી મારી બહેન અને અમોએ ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડેલ નહીં તેમજ બધા ગભરાઈ ગયેલ હોવાથી કોઈ વચ્ચે પડેલ નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલ અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલ. બાદમાં પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.

શું હતી ઘટના
શહેરના કપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા 22 વર્ષીય ફેનિલને ગોયાણીને કામરેજ રહેતી 21 વર્ષીય કોલેજીયન સ્ટુડન્ટ ગ્રીષ્મા વેકરિયા સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી યુવક એક યુવતીનો પીછો કરી રહ્યો હતો. જે બાબતે થોડા દિવસ પહેલા યુવતીના પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જોકે, ગઇકાલે યુવક યુવતીના ઘર બહાર પહોંચીને છરી જેવા હથિયારથી બોલાચાલી કરવા લાગ્યો હતો. જે બાદ યુવતીના મોટા બાપાએ ગુસ્સે થઈ યુવકને ધમકાવ્યો હતો. જેથી યુવકે તેમની પર છરીથી હુમલો કરી દીધો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા બાપાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને છરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી હતી. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે છરીથી ગળું કાપી હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી ચલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાંખી હતી.

એટલું જ નહીં પોલીસને આ ઘટના અંગેની જાણ થતા તે ત્યાં પહોંચી હતી. ફેનિલે પોલીસ પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયા ધરપત આપી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. જેથી મજબૂત પૂરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને એ પ્રકારની સજા કરાવે કે જે દાખલારૂપ બેસી શકે. એવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઇ યુવક આ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.

error: Content is protected !!