પરિવારની નજર સામે જ યુવકે સરાજાહેર દીકરીનું ગળું કાપી નાખ્યું, પરિવાર આજીજી કરતો રહ્યો પણ…

સુરતમાં એક અતિ વિચલિત કરનારી ઘટના સામે આવી છે. સમાજ માટે ખતરાસમાન આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી હત્યારો બની ગયો છે. સરાજાહેર યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. યુવકે પહેલા યુવતીના ભાઈ અને પિતા પર હુમલો કર્યો હતો. જે બાદમાં યુવતીના ગળાના ભાગે છરી મારીને તેની હત્યા કરી નાંખી છે. આ જઘન્ય ઘટનાએ આખા હચમચાવી દીધું છે.

યુવતીની હત્યા બાદ યુવકે પણ ઝેરી ગોળી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હત્યારા યુવક સહિત મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા હાલ હોસ્પિટલમાં દાખલ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જો ઘણો જ વિચલિત કરનારો છે. કામરેજ પોલીસે ઘટનાને પગલે આગળનીકાર્યવાહી શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે આ ખૂબ જ શોકિંગ બનાવ સુરતમાં બનવા પામ્યો છે. શહેરના કપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા 22 વર્ષીય ફેનિલને ગોયાણીને કામરેજ રહેતી 21 વર્ષીય કોલેજીયન સ્ટુડન્ટ ગ્રીષ્મા વેકરિયા સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી યુવક એક યુવતીનો પીછો કરી રહ્યો હતો. જે બાબતે થોડા દિવસ પહેલા યુવતીના પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જોકે, ગઇકાલે યુવક યુવતીના ઘર બહાર પહોંચીને છરી જેવા હથિયારથી બોલાચાલી કરવા લાગ્યો હતો. જે બાદ યુવતીના મોટા બાપાએ ગુસ્સે થઈ યુવકને ધમકાવ્યો હતો. જેથી યુવકે તેમની પર છરીથી હુમલો કરી દીધો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા બાપાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને છરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી હતી. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે છરીથી ગળું કાપી હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી ચલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાંખી હતી.

એટલું જ નહીં પોલીસને આ ઘટના અંગેની જાણ થતા તે ત્યાં પહોંચી હતી. ફેનિલે પોલીસ પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

બીજી તરફ આ ઘટનાની જાણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને થતા તેમને ગ્રીષ્માના પરિવારના સભ્યોની સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને આ મામલે યોગ્ય તપાસની બાંહેધરી પણ આપી હતી. આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારના સભ્યોએ પણ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.

error: Content is protected !!