લવજી બાદશાહ સહિતના ઉદ્યોગપતિઓ અને પાટીદાર અગ્રણીઓની પરિવારને સાંત્વના, કહી આ વાત

સુરતના કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેને લઈને સમાજમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ગ્રીષ્મા વેકરિયાના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા વેકરિયા પરિવાર સાથે કરેલી મુલાકાતમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

ગ્રીષ્માની જે રીતે હત્યા કરવામાં આવી છે તેને કારણે સમગ્ર સમાજ પણ શોકાતુર થયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓને પરિવારે કહ્યું હતું કે, ભલે અમારા પરિવારની દીકરી સાથે આવી કરૂણ ઘટના બની પરંતુ અન્ય દીકરીઓ સાથે ન બને તેનું ધ્યાન સમાજે રાખવું જોઈએ.

સમાજે પણ આ ઘટના ગંભીરતાથી લેવાની જરૂર
સમાજના અગ્રણીઓ સાથે ગ્રીષ્માના પરિવારની થયેલી વાતચીતમાં પરિવારે કહ્યું કે અમારી ગ્રીષ્મા સાથે જે બર્બરતાપૂર્વકની ઘટના બની છે. તે આપણા સમાજ નહીં પરંતુ કોઈ પણ સમાજની દીકરી સાથે આ પ્રકારની ઘટના ન બને તેના માટે આપણે સતર્ક થવાની જરૂર છે અને સમાજે પણ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.

સમાજે એ પ્રકારે કાર્ય કરવા જોઇએ કે જેમાં આ પ્રકારના માનસિક્તા ધરાવતા યુવાનો ઊભા ન થાય. આવા યુવાનો સમાજ માટે ખતરારૂપ છે. આવી માનસિકતા તરફ યુવાનો ન જાય તેના માટે સમાજે ખૂબ વિચારવાની જરૂર છે અને કામ કરવું જોઈએ. પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ લવજી બાદશાહ, લાલજી પટેલ, મથુર સવાણી, કાનજી ભાલાળા સહિતના અગ્રણીઓ પહોંચ્યા હતા.

સમાજ દ્વારા જાગૃતિના કાર્યક્રમ આપવામાં આવશે
ઉદ્યોગપતિ લવજી બાદશાહ એ જણાવ્યું કે ગ્રીષ્માની હત્યાના દ્રશ્ય જોઇને ભલભલાને હચમચાવી દે તેવા હતા. એક યુવાન આ પ્રકારની માનસિકતા સાથે કોઈ દીકરીના ઘરે પહોંચ્યા બાદ તેની ગળું કાપીને હત્યા કરી નાખે એ ક્યારેય ચાખી લેવાય નહીં. સમાજ માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો માની શકાય છે.

સમાજના અગ્રણી તરીકે અમે આ પ્રકારની માનસિકતા યુવાનોની ઊભી ન થાય અને આપણું યુવાધન અવળા માર્ગે ન જાય તેના માટે અમે વિચારી રહ્યા છે અને એ પ્રકારે જાગૃતિના કાર્યક્રમ આપવાનું વિચાર્યું છે. જેથી આ માનસિકતાથી આપણા યુવાનો દૂર રહે અને સમાજની દીકરીઓની રક્ષા કરવાની આપણી પ્રથમ ફરજ છે એ પ્રકારનો વિચાર વહેતો થાય તેવા પ્રયાસ તરફ આગળ વધીશું.

error: Content is protected !!