સુરતની વિદ્યાર્થિનીનો ધમાકો, CAની ફાઈનલ પરીક્ષામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું, કહી આ વાત

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આજે સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરીણામ જાહેર થતાં જ સુરત શહેરનું નામ સમગ્ર દેશમાં ગૂંજવા માંડ્યું હતું. કેમકે,સુરતની રાધિકા બેરીવાલ નામની યુવતિએ સી.એ. ફાઇનલની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થવાની સિદ્ધિ હાંસલ કરી છે. સી.એ.ના પરિણામો પર દેશની બેંકોથી લઇને ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ્સથી લઇને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધીના અધિકારીઓની નજર રહેતી હોય છે.

એવા સમયમાં સી.એ. ઓલ ઇન્ડિયા ફર્સ્ટ તરીકે સુરતની રાધિકાએ મેદાન મારતા આજે સુરત શહેરનું નામ સમગ્ર રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું થઇ ગયું છે.પ્રથમ ક્રમે આવનાર રાધિકાએ કહ્યું કે, સારા માર્કેસ માટે સતત મહેનત કરી હતી.

રાધિકા બેરીવાલે મિડીયા સાથે કરેલી ખાસ વાતચીતમાં તેણે કહ્યું કે, સારા માર્કસ લાવવા માટે સતત પ્રયાસો કરતી રહી. પરંતુ ક્યારેય પણ ઓલ ઇન્ડિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરિક્ષામાં ફર્સ્ટ આવશે એવું ક્યારેય સપને પણ નહોતું વિચાર્યું. પરંતુ અથાક પરિશ્રમ અને શિક્ષકોના માર્ગદર્શનને કારણે આ સિદ્ધિ મેળવી છે.

સી.એ ફર્સ્ટ યર SMK સુરતમાંથી પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદના બે વર્ષ SAAB & કંપની સુરેશ અગ્રવાલજીને ત્યાંથી પૂર્ણ કર્યું છે. રવિ છાવરીયા સરના ખૂબ જ સારા માર્ગદર્શનને કારણે આ પરિણામ આવ્યું છે. એસ. ડી. જૈન કોલેજ ખાતેથી ગ્રેજ્યુએશન દરમિયાન પણ મારા 80% ટકા મેળવ્યા હતા. આગામી મારું લક્ષ્ય IIM ખાતે પ્રવેશ મેળવીને અભ્યાસ કરવાનો છે.

સમગ્ર ભારતમાં સી.એ. કોંચિ રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે, સી.એ.ના પરીણામમાં આ વખતે અગાઉના વર્ષના લગભગ દરેક રેકોર્ડ તૂટી ગયા છે. દરેક સબ્જેક્ટ વાઇઝ જોરદાર પરફોર્મન્સ રાધિકા બેરીવાલાએ હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે, અગાઉ રાધિકા બેરીવાલા આઇ.પી.સી.સી.ની પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં સેકન્ડ રેંક હાંસલ કરવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

રાધિકાએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતાં બેરીવાલ પરિવારમાં ખુશીની લાગણી ફરી વળી હતી. પરિવારે દીકરીની ખુશીને વધાવી લીધી હતી. સાથે જ દીકરીનું મોં મિઠાઈથી મીઠું કરાવીને આગળના અભ્યાસ ક્રમમાં પણ સફળ રહેવા માટે શુભકામના આપી હતી.

error: Content is protected !!