યુવતીની રેપની ફરિયાદ બાદ સુરજ ભુવો આવ્યો સામે, કર્યો મોટો ધડાકો, વાંચીને સમસમી જશો

આજથી 3 દિવસ પહેલા જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આવી હતી. આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે આજે સુરજ ભુવાએ લૂલો બચાવ બચાવ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, યુવતીની માંગણી ન સંતોષાતા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અનેક ડિમાન્ડ પૂરી પણ કરી છે
વીડિયોમાં સૂરજ ભુવાએ વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. મારા વિરૂદ્ધ જે ફરિયાદ થયેલી છે તે તદન ખોટી છે. મારી વિરૂદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે મારે સારા સંબંધો હતા. મારી સાથેના સારા સંબંધનો તેણે ઘણી વખત ગેર ઉપયોગ કર્યો છે. તેણે મને માનસિક રીતે ભાંગી નાખ્યો છે. તે મારી પાસે ઘણી વખત જુદી જુદી ડિમાન્ડ કરતી હતી. મેં તેની અનેક ડિમાન્ડ પૂરી પણ કરી છે. ડિમાન્ડ ન સંતોષાતા તેણે મારી સાથે આ પ્રકારનું વર્તન અને ફરિયાદ કરી છે.

તું મને 25 લાખ રૂપિયા અને એક ફ્લેટ લઈ દે
મારાથી યુવતીની ડિમાન્ડ સંતોષાઈ તેમ નહોતી ત્યારે તેણે મને ડાઇવોર્સ આપવા મજબૂર કર્યો હતો. જેના પુરાવા મારી પાસે છે. મારી પાસે અવારનવાર પોતાની ડિમાન્ડ પૂરી કરાવવા તે પોતાના હાથમાં બ્લેડથી ચેકા મારી મને બ્લેકમેઇલ કરતી હતી. તેણીએ મને કહ્યું હતું કે, તું મને 25 લાખ રૂપિયા અને એક ફ્લેટ લઈ દે, નહીંતર હું તારી વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરી તને ફસાવી દઈશ. હાલ હું કેટલાક પુરાવા એકઠા કરી રહ્યો છું. પુરાવા એકઠા થયા બાદ હું સામે ચાલી પોલીસ સ્ટેશને પહોંચીશ. ​​​​

હેરાન-પરેશાન કરતા હતા
ઉલ્લેખનીય છે કે મહિલાએ દવા પીધા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક સુસાઈડ નોટ પણ અપલોડ કરી હતી. જેમાં તેણીએ સુરજ ભુવા અને તેના બંને મિત્રો કઈ રીતે હેરાન-પરેશાન કરતા હતા, કઈ જગ્યાએ મારકૂટ કરી હતી તે તમામ બાબતો જણાવી છે.

શું હતો બનાવ?
એક ખૂબજ શોંકિંગ અને ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો છે. જૂનાગઢની યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ઝેરી દવા પીધા પહેલા યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે. જેમાં સુરજે ગર્ભ રાખી દીધાનો પણ ઉલ્લેખ કર્યો છે.

યુવતીએ સોશિયલ મીડિયામાં પોતે લખેલી સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, મારે 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી.

ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી.

બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો. સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાઇરલ કરી દીધા હતા.

હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી.

સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી.

error: Content is protected !!