એક ખેડૂત પિતાએ 16 લાખ રૂપિયા ખર્ચીને દિકરીનું બાળપણનું સપનું પુરૂ કરીને કરી વિદાય

બધી છોકરીઓ બાળપણથી જ સપનું જોવે છે કે તેઓના લગ્ન રાજકુમાર સાથે થાય. સફેદ ઘોડા પર બેઠેલો એક રાજકુમાર આવે અને તેને તેની સાથે લઈને જાય. બધી યુવતીઓના મનમાં એવી ઇચ્છા હોય છે કે તેમના લગ્ન અને વિદાય અનોખી રીતે થાય. પરંતુ સમયની સાથે લોકોની વિચારધારા અને સપનામાં પરિવર્તન આવ્યું છે. હવે છોકરીઓ વિમાન અને હેલિકોપ્ટરના સપના જોવે છે. આજે અમે તમને એક એવી દુલ્હન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વરરાજાએ તેને ફિલ્મી સ્ટાઈલમાં વિદાય કરાવી હતી. વરરાજા તેની દુલ્હનને હેલિકોપ્ટરમાં સાસરે લઈ ગયો હતો.

સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે તેમના લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે લગ્ન પછી યુવતીની વિદાય હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવશે. હેલિકોપ્ટર દ્વારા વિદાયની વાત ફાઈનલ થયા બાદ જ તેમના લગ્નની વાત આગળ વધી હતી. એટલે કે લગ્ન નક્કી થયા પહેલા જ વિદાય કેવી રીતે થશે તે ફાઇનલ થઈ ગયુ હતુ. આ ઘટના ઝુંઝુનૂ જિલ્લાના ચિડાવા શહેર નજીક અજિતપુરા ગામની છે. અજિતપુરા જેવા નાના ગામમાં રહેતી રીનાને હેલિકોપ્ટર દ્વારા વિદાય આપી હતી. તેના વરરાજા તેને અજીતપુરાથી હેલિકોપ્ટરમાં સુલતાના લઈ ગયા હતા.

રીનાના પિતાનું નામ મહેન્દ્ર સિંહ છે. અજીતપુરામાં રહેતા મહેન્દ્રસિંહે પોતાની પુત્રી કંચનનું સપનું પૂરું કરવા માટે 16 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. મહેન્દ્ર સિંહ કહે છે કે તેમની પુત્રી તેને ઘણી વાર કહેતી હતી કે તે હેલિકોપ્ટરમાં બેસીને તેના સાસરે જશે. મહેન્દ્રએ તેની પુત્રીના આ સપનાને ક્યારેય અવગણ્યું નહીં અને હંમેશાં તેનું સપનું પુરૂ કરવા વિશે વિચારતા રહ્યા. મહેન્દ્રએ 1 વર્ષ પહેલા જ નક્કી કરી લીધું હતું કે તેઓ હેલિકોપ્ટર દ્વારા તેમની પુત્રીને વિદાય કરશે અને પુત્રીનું સપનું પૂર્ણ કરશે. પરંતુ તેણે આ વાત તેના પરિવારમાં કોઈને કહી નહીં.

જ્યારે લગ્નમાં માત્ર 2 મહિનાનો સમય બચ્યો હતો, ત્યારે મહેન્દ્રએ વિદાયની વાત પરિવાર સાથે શેર કરી હતી. શરૂઆતમાં, સૌ તેની સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થયા, પરંતુ પાછળથી તેના પરિવારના બધા લોકોએ તેની વાત માની લીધી. મહેન્દ્રસિંહની પુત્રી રીના ઉર્ફે કંચનનાં લગ્ન સુલ્તાનામાં રહેતા હવાસિંહના પુત્ર સંદીપ લાંબા સાથે થયાં છે. લગ્ન બાદ રીના હેલિકોપ્ટરમાં બેસીને સાસરિયાંના ઘરે વિદા થઈ હતી.

હેલિકોપ્ટરમાં બેઠેલી આ અનોખી કન્યા અને વરરાજાની જોડી જોવા માટે, સવારથી જ અજીતપુરામાં ગામની સરકારી શાળાની સામે બનાવવામાં આવેલા હેલિપેડની આજુબાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આસપાસના ગામોના તમામ લોકો આ અનોખી વિદાય જોવા માટે પહોંચ્યા હતા. રીના ઝુંઝુનુ મોરરકા કોલેજમાંથી અભ્યાસ કરે છે. જ્યારે રીનાનો પતિ સંદીપ કુમાર નાસિકમાં રેલ્વે સ્ટેશન રોડ માસ્ટર તરીકે નિયુક્ત છે.

error: Content is protected !!