સરકારી અધિકારીનાં ઘરે મળ્યો કરોડોનો ખજાનો, નોટોના બંડલો જોઈ આંખો ફાટી જશે, જુઓ તસવીરો

બિહારમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે સ્પેશિયલ વિજિલન્સ યુનિટની કાર્યવાહી સતત ચાલુ છે. એજ ક્રમમાં, અપ્રમાણસર સંપત્તિ કેસના સંબંધમાં બિહારના સમસ્તીપુરના સબ રજિસ્ટ્રાર મણિ રંજન સામે શુક્રવારે દરોડા પાડવામાં આવી રહ્યા છે. સબ રજિસ્ટ્રારના 3 સ્થળો (સમસ્તીપુર, પટના અને મુઝફ્ફરપુર) પર આ દરોડામાં મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે.

સમસ્તીપુરના સબ રજિસ્ટ્રાર મણિ રંજને સરકારી હોદ્દા પર રહીને તેમની આવક કરતાં અપ્રમાણસર રૂ.1.62 કરોડની સંપત્તિ ગેરકાયદેસર રીતે જમા કરી હતી. હવે તેને સ્પેશિયલ વિજિલન્સ યુનિટ (SVU)ના અધિકારીઓએ જપ્ત કરી લીધી છે.

બિહાર સરકારના સ્પેશિયલ વિજિલન્સ યુનિટ (SVU) એ સબ રજિસ્ટ્રાર મણિ રંજન વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ની કલમ 13(B), R/W 13(13)(D), R/W કલમ 12 અને આઈપીસીની કલમ 120B હેઠળ ફરિયાદ દાખલ કરી છે. આ પછી સ્પેશિયલ વિજિલન્સ યુનિટે સ્પેશિયલ કોર્ટ પાસે સબ રજિસ્ટ્રાર સામે કાર્યવાહી કરવાની પરવાનગી માંગી હતી. પરવાનગી મળ્યા બાદ શુક્રવારે સવારે ત્રણ સ્થળો (સમસ્તીપુર, પટના અને મુઝફ્ફરપુર) પર દરોડા પાડવામાં આવ્યા હતા.

500 અને 2000 રૂપિયાના બંડલો મળી આવ્યા હતા
દરોડાની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન સ્પેશિયલ વિજિલન્સ યુનિટ (SVU)ના અધિકારીઓને 500 અને 2000 રૂપિયાના અનેક બંડલ મળ્યા છે.

ઇકોનોમિક ઓફેન્સ યુનિટ અને સ્પેશિયલ વિજિલન્સ યુનિટના એડીજી નય્યર હસનૈન ખાને જણાવ્યું હતું કે, “ટીમ મુઝફ્ફરપુરના અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોલ્હુઆ વિસ્તારમાં મણિ રંજનના ઘરે તપાસ કરી રહી છે. આ સિવાય પટના ફ્લેટ અને સમસ્તીપુરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રોપર્ટીની વિગતો કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ જાણવા મળશે. અને ત્યારબાદ તમામ વિગતો આપવામાં આવશે.”

error: Content is protected !!