ચાલુ બાઈકે સીટ પર સૂઈ જઈને સ્ટંટ કરનાર કાકા કોણ છે? સામે આવી ઓળખ, આજે જ જાણો

સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાકા ચાલુ બાઈક પર સ્ટંટ કરી રહ્યા છે. તમે પણ કદાચ આ વીડિયો જોયો જ હશે કેમકે માત્ર ઈન્સ્ટાગ્રામની જ વાત કરીએ તો અત્યાર સુધીમાં દસ લાખ ત્રીસ હજાર જેટલા લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. આ ઉપરાંત લોકો સોશિયલ મીડિયાના બાકીના પ્લેટફોર્મ પર પણ આ વીડિયોને શેર કરી રહ્યા છે. આ વાઈરલ કાકાની ઓળખ સામે આવી છે. તો ચાલો જાણીએ કે આ વાઈરલ કાકા કોણ છે?

વિડીયોમાં વાઈરલ થનાર આ કાકાનું નામ મુળજીભાઈ પાવરા છે. 63 વર્ષના મુળજીભાઈ નાડોદા રાજપૂત સમાજમાંથી આવે છે, તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સલી ગામના રહેવાસી છે. વ્યવસાયે ખેતિકામ એટલે કે ખેડૂત છે.

મુળજીભાઈ હાલમાં 63 વર્ષની ઉંમર ધરાવે છે. તેઓએ 3 વર્ષ પહેલાં જ બાઈક પર સ્ટંટ કરવાની શરૂઆત કરી હતી. સરપંચની ચૂંટણી દરમ્ચાન તેઓ સલીથી પાટડી જઈ રહ્યા હતા તે વખતે પહેલીવાર સ્ટંટ કર્યા હતા. તે દિવસથી લઈ આજ સુધી જ્યારે પણ તેઓ બાઈક પર ઘરની બહાર નીકળે ત્યારે રસ્તા પર સ્ટંટ કરતા રહે છે. મુળજીભાઈ એક વખત પોતાની પત્નીને બાઈક પર બેસાડી ધાર્મિક સ્થળ પીપળીધામ ગયા ત્યારે પણ ચાલુ બાઈક પર સ્ટંટ કર્યા હતા.

એક દિવસ રોજની માફક મુળજીભાઈ ચાલુ બાઈક પર સ્ટંટ કરી રહ્યા હતા. આ દરમ્યાન કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. આ વાઈરલ વીડિયોને કોઈએ ઈન્ટાગ્રામ રિલ્સ બનાવી તો કોઈએ સ્ટેટસ અને યૂટ્યુબ પર મુક્યો. માત્ર ઈન્સ્ટાગ્રામના એક જ એકાઉન્ટની વાત કરીએ તો અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ લાખો લોકોએ આ વાઈરલ વીડિયો જોયો હશે.

મુળજીભાઈ ચાલુ બાઈકે હાથ ઉંચા કરી કૂદકો મારે છે. બાઈકની સીટ પર સૂઈ જાય છે. આમ છતા સામે વાહન આવે, રસ્તામાં બમ્પ આવે કે વળાંક આવે તો પણ બાઈકને હંકારી શકે છે. તેઓ જે બાજુ હાથનો ઈશારો કરે તે બાજુ બાઈક વળે છે. સદનસીબે મુળજીભાઈને અત્યાર સુધી કોઈ અકસ્માત નડ્યો નથી.

મુળજીભાઈ પણ મિડીયાના માધ્યમથી લોકોને અપીલ કરે છે કોઈએ સ્ટંટ કરવા ન જોઈએ. ગુજરાત એક્સપ્રેસ પણ આ પ્રકારના જોખમી સ્ટંટને સમર્થન કરતું નથી. વાઈરલ વીડિયોમાં લાખો લોકોએ મુળજીભાઈને જોયા છે ત્યારે લોકોને પણ એમના વિશે જાણવાની જીજ્ઞાસા હોય તે સ્વાભાવિક છે. આથી વાઈરલ કાકાનો પરિચય કરાવવાના હેતુથી જ આ લેખ લખવામાં આવ્યો છે.

error: Content is protected !!