ચાહકે સાઉથની જાણીતી અભિનેત્રીનું બનાવ્યું મંદિર, મૂર્તિ પર કરાયો અભિષેક, જુઓ તસવીરો

મુંબઈઃ સાઉથ એક્ટ્રસ નિધિ અગ્રવાલ એવા સ્ટારના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે, જેનું મંદિર બનાવવામાં આવ્યું હોય. અત્યારે નિધિ તેમના નામના બનાવવામાં આવેલાં મંદિરને લીધે ખૂબ જ ચર્ચામાં છે. ફેન્સે તેમને વેલેન્ટાઇન ડે પર દિવસે આ ગિફ્ટ આપી છે. નિધિને આ વાત સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી હતી. આ મેસેજને જોઈ દરેક લોકો હેરાન થઈ ગયાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, નિધિ અગ્રવાલનું આ મંદિર ચેન્નઈમાં બનાવવામાં આવ્યું છે.

નિધિ અગ્રવાલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘આ મંદિર વેલેન્ટાઇન ડે પર તેમના માટે એક ગિફ્ટ છે.’ તેમણે કહ્યું કે, ‘ફેન્સે તેમને આ વેલેન્ટાઇન ડે પર તેમના તરફથી ગિફ્ટ આપી છે. તે હેરાન હતી. તેમણે આવું વિચાર્યું પણ નહોતું, પણ તે ખુશ છે, જેમના પર તેમણે પ્રેમ વરસાવ્યો છે તેને અભિનંદર આપ્યા છે.’ નિધિએ એમ પણ જણાવ્યું કે, ‘તેમને આ મંદિરના લોકેશન વિશે ખબર નથી, પણ આ ચેન્નઈમાં ક્યાંક છે.’

આ પહેલાં પણ ઘણાં તમિલ સ્ટાર્સ માટે તેમના ફેન્સે મંદિર બનાવ્યા છે. જેમાં એમજીઆર, ખુશબૂ સુંદર, હંસિકા મોટવાની અને નયનતારા જેવા સ્ટાર્સ સામેલ છે. ખુદના બનેલા આ મંદિર અંગે નિધિએ કહ્યું કે, ‘તે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી નવી છે, તેનણે તમિલમાં માત્ર બે ફિલ્મો જ કરી છે અને તેલુગુમાં થોડીક ફિલ્મો કરી છે. તે અત્યારે બંને ભાષાની કેટલિક ફિલ્મો માટે શૂટિંગ કરી રહી છે.’

ઉલ્લેખનીય છે કે, નિધિએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2017માં બોલિવૂડ ફિલ્મ ‘મુન્ના માઇકલ’થી કરી હતી. આ પછી વર્ષ 2018 અને 2019માં તેમની કેટલીક તેલુગુ ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં ‘સવ્યસાચી’, ‘મિસ્ટર મજનૂ’, ‘આઇસ્માર્ટ શંકર’ સહિતની ફિલ્મ છે.

વર્ષ 2021માં નિધિની ફિલ્મ ‘ભૂમિ’ અને ‘પૂનગોડી’ સહિતની ફિલ્મો આવી છે. આ ઉપરાંત નિધિ વર્ષ 2019માં બિગબોસ તેલુગદુામં પણ જોવા મળી હતી.

 

error: Content is protected !!