ચાર-ચાર વાર નિષ્ફળતાં છતાં ન થયો નાસીપાસ, પ્રોફેસરનો પુત્ર પાયલોટ બનીને જ જંપ્યો

નવસારીઃ મૂળ રાજસ્થાનના વતની પણ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અસ્પી બાગાયત કોલેજમાં અધ્યાપક અને હેડ ડો. ઓ.પી. શર્માના પુત્ર મોહિત શર્માએ ચારવાર પરીક્ષા આપ્યા બાદ પાંચમીવાર ભારતીય વાયુદળની પરીક્ષામાં પાસ થતા 10 મિનિટ સુધી તો તેનો ખ્યાલ નહીં આવ્યો કે તેનું જીવનનું સપનું પૂર્ણ થયું છે. તે ચારવાર નિષ્ફળ થયા બાદ પાંચમીવાર પરીક્ષામાં અને ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઈ જતા અંતે 15મી જાન્યુઆરીએ ટ્રેનિંગ માટે હૈદરાબાદ રવાના થશે.

વિજલપોરમાં રહેતા અને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલી અસ્પી કોલેજમાં અધ્યાપક અને હેડ ડો. ઓ.પી.શર્મા 12 વર્ષ પહેલાં નવસારી કૃષિ યુનિ.માં નોકરી માટે આવ્યા હતા. તેમણે બે સંતાનો પૈકી મોટો પુત્ર સુરતમાં એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરી રહ્યો છે. જ્યારે નાનો પુત્ર મોહિત શર્માએ નવસારીની એસ.જી.એમ.શિરોયા શાળામાં ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ વડોદરા બી.એસ.સી. કેમેસ્ટ્રીમાં પ્રવેશ લીધો હતો. તે પહેલેથી જ આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવા માંગતો હતો.

તેમાં ખાસ કરીને એરફોર્સમાં ભરતી થવાનો તેણે સંકલ્પ કર્યો હતો. જેથી મોહિત એરફોર્સની જે પણ પરીક્ષા આવતી તેનું ફોર્મ ભરતો અને પરીક્ષા આપતો હતો. તેણે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પાયલોટ બનવા માટેની ચારવાર પરીક્ષા આપી પણ દરેક વખતે નિષ્ફળ રહ્યો હતો.

આમછતાં તેને માતાપિતાએ હિંમત આપી હતી અને તેણે પાંચમીવાર પરીક્ષા આપી હતી. જેમાં માતાપિતાના આશીર્વાદ અને મહેનતનું ફળ તેને મળ્યું હતું. તેણે 5મીવાર આપેલી પરીક્ષામાં પાસ થયો હતો. 7 લાખ પરીક્ષાર્થીમાંથી 70 જણાનું સિલેક્શન થયું હતું. મોહિતના માતાપિતાએ દીકરાને દેશની સેવા માટે આર્મીમાં કોઈપણ વિભાગમાં મોકલે દેશસેવા કરે તે માટે પ્રોત્સાહિત કરવા જોઈએ તેમ જણાવ્યું હતું.

7 લાખમાંથી 70ની છેલ્લે પસંદગી
મોહિતે આપેલી પરીક્ષામાં 7 લાખ પરીક્ષાર્થીઓ બેઠા હતા, જેમાંથી 7000 પાસ થયા હતા અને તેમાંથી માત્ર 70 લોકો જ પસંદ થયા હતા. ભારતમાં 70 યુવાન જ પાયલોટ તરીકે તાલીમ લેવા જશે.

મારૂ નામ બોલાયુ ત્યારે સપના જેવું લાગ્યું
હાલ ભારત સુપર પાવર દેશ તરીકે ઉભરી રહ્યો છે. ડિફેન્સમાં આજે ઉજવવળ તક છે. આજે ભારતીય સેનાની ટેકનોલોજીના કારણે ડિફેન્સ સાઉન્ડ થયું છે. ટેકનોલોજીના યુગ છે. દેશની સેવા કરવા બધા જ યુવાનો ડિફેન્સમાં જઇ દેશ સેવા કરી ભારત દેશને મજબૂત બનાવે. હું નિષ્ફળ થતો ત્યારે માતા હંમેશા મનોબળ આપતી હતી.

મહેનત કરતો ગયો અને પાસ થયેલા યુવાનોમાંથી 70 ઉમેદવારમાં મારું નામ બોલાયું ત્યારે 10 મિનિટ માટે હું સપનામાં છું તેવું જ લાગ્યું પણ ત્યારબાદ મનોમન સૌનો આભાર માન્યો હતો. 15મી જાન્યુઆરીએ હૈદરાબાદમાં તાલીમ લેવા જઇશ.- મોહિત શર્મા, પાસ થનાર

error: Content is protected !!