બિહારી કારીગરે બનાવ્યુ હતુ આ સૌથી નાનું 6 ગજનું મકાન, દૂર-દૂરથી જોવા માટે લોકોની લાગે છે લાઈનો

ઘણીવાર તમે જોયુ હશે અને સાંભળ્યુ હશે કે દેશ-દુનિયામાં સૌથી મોંઘા અને આલિશાન અને સુંદર ઘરોની ચર્ચા થતી રહે છે જોકે, આજે અમે તમને દિલ્હીાં એક એવાં ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બહુજ નાનું છે અને ખાસ વાત એ છેકે, તે બહુજ નાની જગ્યામાં બનેલું છે, જેની ચર્ચા આખા દિલ્હીમાં થઈ રહી છે.

ગયા વર્ષે આ વાત સામે આવી હતી કે ત્રણ માળનાં આ નાનકડા ઘરને તોડી પાડવામાં આવે. એવી અફવા ઉડી હતીકે રાજધાની દિલ્હીનાં અજૂબાનાં રૂપમાં જાણીતા બુરાડીનાં આ સૌથી નાના 6 ગજનાં મકાનને દિલ્હી નગર નિગમ તોડવાનું છે, જોકે એવું કસું થયુ નહી. આમ તો આ મકાનમાં કંઈ ખાસ નથી. પરંતુ 6 ગજમાં બનેલું આ મકાન ઘણીવાર લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. કહેવામાં આવી રહ્યુ છેકે, તેને બિહારમાં રહેતા કારીગરે બનાવેલું હતુ.

એવું કહેવાય છે કે દિલ્હીની આસપાસથી પણ લોકો આ ઘર જોવા આવે છે. ઉત્તર પ્રદેશનો એક પરિવાર આ નાના મકાનમાં ભાડે રહે છે. બંને લોકડાઉન દરમિયાન, ઘરના સભ્યો પર કોરોનાની કોઈ અસર થઈ નહોતી. તાજેતરમાં, આ ઘરના માલિકે આ અંગે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. આ ઘર પવન કુમાર ઉર્ફે સોનુનું છે. તેણે તેને 4 વર્ષ પહેલા અરુણ કુમાર પાસેથી ખરીદ્યુ હતું.

અરુણ બિહારનો રહેવાસી હતો અને તે કડિયાકામ કરતો હતો. એક પરિવાર છેલ્લા 3 વર્ષથી આ મકાનમાંથી ભાડે રહે છે. પિન્કી અને તેનો પતિ સંજય સિંહ તેમના બે પુત્રો સાથે ઘરમાં રહે છે.

આ ઘરમાં રહેતી પિંકી કહે છે, ‘કોરોનાની બીજી લહેરમાં પણ બાળકોને બહાર જવાની ના પાડી દેવામાં આવી હતી. મોટો દીકરો હવે 20 વર્ષનો છે અને નાનો 12 વર્ષનો છે. બંને દીકરાઓ બહાર જવા માટે ચિંતિત હતા, પણ બીમારીનો ડર હોય તો શું કરવું, તો આ જ છ ગજનાં બેડરૂમમાં રહેવું પડતુ હતુ. મારો મોટાભાગનો સમય રસોડામાં પસાર થતો હતો. બાળકોની શાળાઓ પણ બંધ થઈ ગઈ હતી.

થોડા દિવસો પહેલા સુધી, બાળકોએ ઘરના તે સિંગલ બેડ રૂમમાં બેસીને ઓનલાઈન ક્લાસ લેવા પડતા હતા, જેમાં મારા પતિ અને હું ઘરના એક ખૂણામાં બેસતા હતા. બાળકોના ક્લાસ પુરા થતા હતા ત્યારે અમે સાથે ટીવી જોતા હતા.

જણાવી દઈએ કે, ત્રણ માળના આ મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પહેલા માળે જવાનો રસ્તો છે અને તેની સાથે વોશરૂમ પણ છે. બીજા માળે બેડરૂમ અને વોશરૂમ છે. બેડરૂમની નજીક એક રસ્તો છે જે બીજા માળે જાય છે. રસોડું અને પૂજા ઘર બીજા માળે બનેલ છે. આ ઘર દિલ્હીના બુરાડીના ઝરોડા વોર્ડની શેરી નંબર -65 નજીક આવેલું છે.

error: Content is protected !!