ગુજરાતની ફેમસ સિંગરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, સિંગર સાથે… વાંચીને નહીં થાય વિશ્વાસ

વલસાડની પ્રખ્યાત સિંગરની પારડી પાર નદી પાસે અવારું જગ્યાએથી કારમાં લાશ મળી આવી હતી. આ મામલે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ગાયિકા વૈશાલી બલસારાને ગળે ટુંપો આપીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પારડી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પારડી પોલીસે હાથ ધરી હતી. આ મામલાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે.

વલસાડ જિલ્લાના પારડીની પાર નદી પાસે આવેલી અવારું જગ્યાએથી કલાકાર વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. જેથી વલસાડની પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. આજે સુરત ફોરેન્સિક PM કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં ગળે ટુંપો દઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.

પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૈશાલી બલસારાના પિયર પક્ષના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પારડી પોલીસે FSLના પોસ્ટમોર્ટમના પ્રાયમરી રિપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વૈશાલીના તમામ મિત્રો અને પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.

વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની પારડી પાર નદી પાસે કારમાં લાશ મળ્યા બાદ પોલીસે સંઘન તપાસ હાથ ધરી છે. પોલીસે વલસાડથી પારડી સુધીના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને તપાસ શરૂ કરી છે. હાલ અલગ અલગ 8 ટીમો બનાવી ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પતિએ શોધખોળ હાથ ધરી હતી
વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની પારડીની પાર નદી પાસે લાશ મળી હતી. સ્થાનિક લોકોએ પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસે વૈશાલી બલસારાની લાશનો કબ્જો મેળવી FSL, ડોગ સ્ક્વોડ સહિતની ટીમની મદદ મેળવી તપાસ હાથ ધરી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગલા દિવસે વૈશાલી એક મહિલા પાસે રૂપિયા લેવાના છે તેમ જણાવી ઘરેથી નીકળી હતી. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પતિ હિતેશ બલસારાએ સીટી પોલીસ મથકે પત્નીની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી અને પત્નીની શોધખોળ હાથ ધરી હતી.

લાશનું પોસ્ટમોર્ટમ કરી આગળની તપાસ હાથ ધરાઈ
હિતેશ બેન્ડમાં ગીતાર આર્ટિસ છે. હિતેશે વર્ષ 2011માં વૈશાલી સાથે બીજા લગ્ન કર્યા હતા. હિતેશ બલસારાના પહેલા લગ્નની એક દીકરી અને વૈશાલી સાથે લગ્ન જીવન દરમિયાન વધુ એક દીકરીનો જન્મ થયો હતો. હિતેશ બલસારા તેની પત્ની વૈશાલી 2 દીકરીઓ અને તેના માતા પિતા સાથે રહેતો હતો.

વૈશાલીના પિયર પક્ષના તમામ સભ્યો નવસારી રહેતા હતા. પારડી પોલીસે અલગ અલગ 8 જેટલી ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજ તેમજ વૈશાલીના અને હિતેશના મિત્રોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!