ગુજરાતી સિંગરે ઉર્વશી રાદડિયાએ પતંગ ચગાવતાં-ચગાવતાં ગુજરાતી ગીતો લલકાર્યા, આવી હતી જમાવટ
અમદાવાદઃ ગુજરાતના જાણીતા સિંગર ઉર્વશી રાદડિયાએ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. આજે લોક સંગીતમાં ઉર્વશી રાદડિયા જાણીતું નામ છે અને મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે. ઉર્વશી રાદડિયાએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સ્ટેજ પર માઇક પકડી શ્રોતાઓને ડોલાવતા ઉર્વશી રાદડિયા પતંગની દોરી પકડેલા જોવા મળ્યા. અમદાવાદ સ્થિત એમના ઘરના ધાબા પર પડોશીઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. ઉર્વશી રાદડિયાએ પતંગના પેચ લડાવવાની સાથે-સાથે ગીતો પણ ગાયા હતા.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોઝ પ્રિન્ટેડ પિંક કલરના ડ્રેસમાં જોવા મળે છે, ઉર્વશી રાદડિયા સાથે ગીત પણ ગાતી જોવા મળે છે. ‘નદીને કિનારે રાયવર પતંગ ચગાવે, આવ્યો પતંગનો ઝોકો, તૂટ્યો પતંગનો દોરો, દોરો સંકોચી રાયવર પતંગ ચગાવે, નદીને કિનારે રાયવર પતંગ ચગાવે.
ઉર્વશી રાદડિયા જણાવે છે એવું થાય કે આખો દિવસ તડકામાં રહો તો સ્કીન ડેમેજ થાય, પણ તેને નાનપણથી જ પતંગ ચગાવવાનો બહુ શોખ છે. અને દર વર્ષે પતંગ ચગાવે છે. સાથે એ સેફ્ટીની વાત પણ વાત કરે છે, પક્ષીઓને દોરો વાગે નહીં તેનું પણ ઘ્યાન રાખવું જોઈએ તે આપણા બધાની નૈતિક ફરજ છે. અને લોકોને પણ સલાહ આપે છે કે આ બધી વાતો ધ્યાનમાં રાખો.
આ વખતે સારકારની ગાઈડ લાઈન પ્રમાણે જ્યારે DJ વગાડવાની મનાઈ છે ત્યારે પતંગ ચગાવવાની સાથે ગીતો જેવા કે… ગાજે છે ગીત જ્યાં હેતનાં રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું… નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મારી નથણી ખોવાણી… નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મારી નથણી ખોવાણી…વગેરે જેવા ગીતોની રમઝટ બોલાવી હતી.
તાજેતરમાં ઉર્વશી રાદડિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો શેર કરતા ગુજરાતી સિંગર ઉર્વશી રાદડિયાએ લખ્યું હતું કે ‘શ્રી સમસ્ત હીરાવાડી ગ્રૂપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી લોકગાયિકા ઉર્વશી રાદડિયાએ એટલી સરસ રીતે ગાયું કે તેમના પર ડોલ ભરીને ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
31 વર્ષીય લોકગાયિકા ઉર્વશી રાદડિયાનો જન્મ તારીખ 25 મે, 1990ના રોજ થયો અને તેનો ઉછેર અમદાવાદ શહેરમાં થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉર્વશી રાદડિયાને ‘કાઠિયાવાડની કોયલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉર્વશી રાદડિયાએ નાની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું. આજે લોક સંગીતમાં ઉર્વશી રાદડિયા જાણીતું નામ છે અને મોટું ફેન ફોલોઈંગ પણ ધરાવે છે.
ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલી સિંગર ઉર્વશી રાદડિયાએ જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા માત્ર 3 હજાર રૂપિયા કમાતા હતા કે જેમાં તેમનું ઘરનું ગુજરાન ચાલતું હતું. પિતાએ બચત કરીને ઉર્વશીના મ્યુઝિક ક્લાસની ફી ભરી હતી. ઉર્વશી રાદડિયાએ જણાવ્યું કે આજે હું જે પણ છું તેમાં પરિવારનો સાથ, સમર્પણ અને ત્યાગ છે. જણાવી દઆઉર્વશી રાદડિયા ગુજરાતી સિવાય પંજાબી, અને રાજસ્થાની ગીતો પણ ગાઈ ચૂકી છે.
તમને જાણીને નવાઈ લાગશે ઉર્વશી રાદડિયા શરૂઆતમાં પોલીસ ઓફિસર બનવા માગતી હતી પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી પોલીસ ઓફિસર બનવા માટેનું સપનું પૂરું કરી શકી નહીં. બાદમાં પોતાના મનગમતા સંગીતના ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું. મીડિયા રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઉર્વશી રાદડિયા જાણીતા સુફી સિંગર આબિદા પરવીનથી પ્રેરિત છે.