દુબઈની રાજકુમારીનાં બૉડીગાર્ડ સાથે હતા અવૈધ સંબંધો, છૂટાછેડાનાં બદલામાં માગ્યા 5500 કરોડ રૂપિયા

દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મકતુમ અને તેમની સૌથી નાની પત્ની પ્રિન્સેસ હયાના છૂટાછેડા યુકેના ઇતિહાસમાં સૌથી મોંઘા છૂટાછેડા હોવાનું માનવામાં આવે છે. આ મામલો સામે આવતાની સાથે જ શેખ અને રાજકુમારી હયાનું વૈભવી જીવન પણ મીડિયાના ધ્યાને આવ્યું છે. એટલું જ નહીં છૂટાછેડાના કેસમાં રાજકુમારી હયાના ગેરકાયદેસર સંબંધોનો મામલો પણ સામે આવ્યો હતો. તેને છુપાવવા માટે તેણે ઘણા પૈસા ખર્ચ્યા

.

અવૈધ સંબંધ છુપાવવા પુત્રના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા
કેસમાં એ પણ ખુલાસો થયો હતો કે 47 વર્ષીય પ્રિન્સેસ હયાએ તેના અંગરક્ષક સાથેના તેના ગેરકાયદેસર સંબંધોને છુપાવવા અને ચૂપ કરાવવા માટે તેના 10 વર્ષના પુત્રના ખાતામાંથી $7.5 મિલિયન ઉપાડી લીધા હતા. રાજકુમારીએ કોર્ટમાં કહ્યું કે “હું ડરી ગઈ હતી અને તે ખાતામાં પૈસા હતા, તેથી મેં તે કાઢી નાખ્યા.”

ગેરકાયદેસર સંબંધની જાણ થતાં જ શેખે આપ્યા છૂટાછેડા
જ્યારે 72 વર્ષીય શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મકતુમને તેની પત્નીના ગેરકાયદેસર સંબંધની જાણ થઈ ત્યારે તેણે તેને છૂટાછેડા આપી દીધા. જો કે, કોર્ટમાં આ છૂટાછેડાના સમાધાન તરીકે, શેખને લગભગ 5500 કરોડ રૂપિયા (554 મિલિયન પાઉન્ડ) ચૂકવવાનો ઓર્ડર મળ્યો. આ રકમથી રાજકુમારી હયા અને તેના બાળકોની સુરક્ષા થશે અને તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. કોર્ટે કહ્યું કે શેખ બેવફાઈને ગુનો માને છે, તેથી રાજકુમારી અને તેના બાળકોનું શેખથી રક્ષણ જરૂરી છે.

શેખ અને રાજકુમારી હયા પાસે વૈભવી હવેલીઓ છે
શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ અને પ્રિન્સ હયા બિમ્બ અલ હુસૈનના લગ્ન 2004માં થયા હતા. રાજમુકારી હયા શેખની છઠ્ઠી પત્ની હતી. શેખ સાથે લગ્ન કર્યા પછી, રાજકુમારી હયા અને તેના બાળકો પાસે ઘણા પૈસા હતા. હયા 400 મિલિયન પાઉન્ડની યાટ અને ખાનગી વિમાનો જેવી વસ્તુઓની માલિક હતી.

2016 માં, હયાએ બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને તેમની પત્નીના ઘર કેન્સિંગ્ટન પેલેસ પાસે એક હવેલી £87.5 મિલિયનમાં ખરીદી હતી. તેની વર્તમાન કિંમત આશરે £100 મિલિયન છે. હયાએ આ હવેલીને સુંદર બનાવવા માટે 14.7 મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા. રાજકુમારીએ બર્કશાયર અને કેસલવુડ હવેલીઓની જાળવણી માટે વાર્ષિક £770,000ની પણ માંગણી કરી છે.

શેખે 400 ઘોડા રાખ્યા છે
શેખ પાસે વિશ્વના શ્રેષ્ઠ ઘોડદોડનાં ઘોડા છે. તે અને તેનો ભાઈ ગોડોલ્પિન હોર્સ રેસિંગ સ્ટબલના સ્થાપક છે. રાજકુમારી હયા સાથેના લગ્ન સમયે શેખ પાસે લગભગ 400 ઘોડા હતા. પ્રિન્સેસ હયાએ કોર્ટને જણાવ્યું કે તેની અને તેના બાળકો પાસે હાલમાં 60 ઘોડા છે. તેઓએ તેમના જાળવણી માટે 75 મિલિયન પાઉન્ડ વળતરની પણ માંગ કરી છે.

રજાઓમાં પૈસા પાણીની જેમ વહે છે
લગ્ન પછી, શેખ અને રાજકુમારી હયા ઉનાળાના વેકેશન માટે ઇટાલી ગયા હતા. તેણે તેની રજાઓ દરમિયાન લગભગ 631,000 પાઉન્ડ ઉડાવી દીધા હતા. તો, ગ્રીસની એક હોટલમાં 274000 યુરો ચૂકવવામાં આવ્યા હતા. પ્રિન્સેસ હયાને દર વર્ષે નવ અઠવાડિયાની વિદેશ યાત્રા અને બ્રિટનમાં બે અઠવાડિયાના વેકેશન માટે ચૂકવણી કરવામાં આવતી હતી. આવી સ્થિતિમાં, કોર્ટે શેખને રાજકુમારીની રજાઓ માટે દર વર્ષે 5.1 મિલિયન પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો.

પત્નીનો ફોન હેક કરીને જાસૂસી કરતો હતો
કોર્ટમાં એવું પણ બહાર આવ્યું હતું કે શેખે તેની પત્નીની જાસૂસી કરવા માટે તેનો ફોન હેક કરાવ્યો હતો. આ માટે તેઓએ પેગાસસ જેવા સ્પાયવેરનો ઉપયોગ કર્યો હતો. આ સોફ્ટવેરનો ઉપયોગ કરવાની મંજૂરી માત્ર સરકારને જ છે.

error: Content is protected !!