શું શાહરુખ ખાન લતાજીના પાર્થિવ દેહ ઉપર થૂક્યો? વિડીયો થયો વાયરલ, જાણી લો સત્ય!

ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું રવિવારે સવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. લતાજીના અંતિમ દર્શન કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર જેવી ઘણી મોટી હસ્તિઓ પહોંચી હતી. લતા દીદીના અંતિમ સંસ્કાર દરમિયાન એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ખાન દુઆ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શાહરૂખની સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી. આ ફોટોને જોઈને ઘણા લોકોને લાગી રહ્યું છે કે તેમની સાથે જે મહિલા હાથ જોડીને ઉભી રહી છે તે શાહરૂખની પત્ની ગૌરી ખાન છે.

શાહરુખ ખાને લતાદીદીના પાર્થિવ શરીરની સામે ઊભા રહીને દુઆ પઢી હતી. પૂજાએ પણ હાથ જોડીને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

શાહરૂખે બંને હાથ આગળ કરીને દુઆ પઢ્યા પછી માસ્ક દૂર કરીને ફૂંક મારી. એ પછી શાહરૂખે લતાજીની પરિક્રમા કરીને તેમને પગે લાગ્યો અને ત્યાંથી જતો રહ્યો. શાહરૂખના આ વીડિયોને BJP નેતા અરુણ યાદવે તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરીને લખ્યું, શું આ થૂક્યો છે?

આ પોસ્ટ જોતાની સાથે સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભડક્યા હતા. પંકજ રાજ પુરોહિત નામનાં યુઝરે લખ્યું, હું પણ BJPનો સમર્થક છું. તમે બુદ્ધિનો ઉપયોગ કરો અને દેશમાં ધર્મના નામે ગંદકી ના ફેલાઓ. એક્ટરે દુઆ પઢીને ફૂંક મારી છે, આને થૂકવું ના કહેવાય.

શોભના યાદવે લખ્યું, આને થૂકવું નહીં પણ દુઆ પઢીને ફૂકવું કહેવાય છે. આ દુઆ છે..

કોંગ્રેસ નેતા પ્રમોદ દુબેએ લખ્યું, આટલી લો કેટેગરીના વિચાર. કદાચ તમારા ઘરના લોકોને ટ્વીટ વાંચીને પરિવારનોને તરસ આવી ગઈ હશે. આટલા ખરાબ વિચાર તો પાકિસ્તાનીઓના પણ નહીં હોય. સનાતન ધર્મ વાંચી લો અને પછી આવું લખવાનું બંધ કરો.

ફોટો જોઈને ફેન્સ કન્ફ્યુઝ થયા
ફોટોમાં જોવા મળે છે કે શાહરૂખ અને તેની મેનેજર પૂજા બંને એક સાથે લતાજીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા સ્ટેજ પર ચઢ્યા હતા. જ્યાં તેની મેનેજર પૂજા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી જોવા મળી રહી છે, તો શાહરૂખ પણ લતાજીની અંતિમ યાત્રા માટે દુઆ માગતો જોવા મળી રહ્યો છે.

યુઝર્સ આ ફોટો જોઈને કમેન્ટ કરી રહ્યા છે અને ગૌરી વિશે પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “શાહરૂખ ખાન અને પત્ની ગૌરી, લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપે છે”. બીજાએ લખ્યું, “હું આ મહિલાને ઓળખી નથી શકતો, શું તે ગૌરી છે?” તેમજ ત્રીજાએ લખ્યું, “આ નવું ઈન્ડિયા નથી, આ અસલી ભારત છે.”

વર્ષોથી શાહરૂખની સાથે કામ કરી રહી છે પૂજા
પૂજાની વાત કરીએ તો તે વર્ષોથી શાહરૂખની સાથે કામ કરી રહી છે. તે હાલમાં ગૌરી, ફરાહ ખાન, સીમા ખાન, નીલમ કોઠારી સોની, મહીપ કૂપર અને અન્યની સાથે લંચ ડેટ પર જોવા મળી હતી. પૂજા હંમેશાં ખાન પરિવારની સાથે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતી રહે છે. તે તાજેતરમાં આર્યન ખાનના ડ્રગ્સ કેસ દરમિયાન પણ ચર્ચામાં આવી હતી.

બે દિવસનો રાષ્ટ્રીય શોક
લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક છે. આ બંને દિવસમાં આખા દેશમાં ધ્વજ ફરકાવવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત દેશની ઘણી મોટી હસ્તિઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ પણ આપી.

error: Content is protected !!