પહેલા ગંદા વિડીયો જોયા પછી પ્રેક્ટિકલ કર્યું, પછી જે થયું તે જાણીને પરિવાર ધ્રુજી ઉઠ્યો

એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સોમવારે સાંજે બરબીઘા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં 6 સગીર છોકરાઓએ 2 સગીર છોકરીઓ પર ગેંગરેપ કર્યો છે. આ પછી બાળકીઓને 3 રૂપિયા આપ્યા અને કહ્યું કે આ વિશે કોઈને કહેતી નહીં. માહિતી મળ્યા પછી, બરબીઘા પોલીસ સ્ટેશને એક્શન લઈ આ ઘટનામાં સંડોવાયેલા બે કિશોરોની ધરપકડ કરી છે. 4 કિશોર ફરાર છે. આ તમામ કિશોર ગેંગરેપ કરતા પહેલા સાથે બેસીને મોબાઈલમાં પોર્ન વીડિયો જોતા હતા.

પહેલા પોર્ન જોયું પછી તે પ્રમાણે કરવાની ઈચ્છા થઈ
આ બનાવ બિહારના શેખપુરાથી સામે આવ્યો છે. આ ઘટનાના સંબંધમાં પીડિતાની દાદીએ બરબીઘા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. SHO પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે તમામ 6 મિત્રો સાંજે 5-6 વાગ્યાની આસપાસ એક જગ્યાએ બેઠા હતા અને મોબાઇલ પર પોર્ન જોતા હતા. તે પછી તેઓને પણ તેમ કરવાની ઈચ્છા જાગી. ત્યાંથી દૂર, બે છોકરીઓ ગામના ખેતરમાં સાગ તોડી રહી હતી. આ પછી, પાંચેએ તે છોકરીઓને ઉપાડી લીધી અને બંને છોકરીઓ સાથે વારાફરતી ગેંગરેપ આચર્યો.

દરેક કિશોરોની ઉંમર 13 વર્ષથી ઓછી છે
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સામેલ તમામ કિશોરોની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે છે, જ્યારે બંને બાળકીઓની ઉંમર 8 વર્ષની છે. પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે પીડિતાની દાદીએ સોમવારે મોડી સાંજે આ ઘટના અંગે કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે બંને પીડિતોને મેડિકલ તપાસ માટે શેખપુરા મોકલવામાં આવી છે. ધરપકડ કરાયેલા બંને કિશોરોને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

ગેંગરેપ બાદ બાળકીના હાથમાં 3 રુપિયા આપી દીધા
સૂત્રોએ જણાવ્યું કે ગેંગરેપ બાદ જ્યારે બંને છોકરીઓ રડવા લાગી ત્યારે છોકરાઓએ એક છોકરીના હાથમાં 3 રૂપિયા આપ્યા અને કહ્યું કે કોઈને કંઈ કહેશો નહીં. પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલી દાદીએ જણાવ્યું કે જ્યારે મારી પૌત્રી ઘરે આવી ત્યારે તે રડી રહી હતી. ત્યાર બાદ ભારપૂર્વક પૂછતાં તેણે આખી વાત કહી. આ ઘટનાની જાણ આસપાસના ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ છે.

error: Content is protected !!