આવા સાચા મિત્રો તો નસીબદારને જ મળે…ગરીબ મિત્રને આપી એવી ગિફ્ટ કે આજીવન રાખશે યાદ

એવું કહેવામાં આવે છે કે મિત્રતા દુનિયામાં બધાથી ખાસ હોય છે. મિત્ર વગરનું જીવન અધુરું માનવામાં આવે છે. દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે કે તેને સાચો મિત્ર મળે. આમ તો જીવનના દરેક મોડ પર અનેક લોકો મળે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે દિલમાં ખાસ જગ્યા બનાવી લે છે. મિત્રતા સરળતાથી થઇ જાય છે પરંતુ એક સાચો મિત્ર ક્યારેક જ મળે છે. સ્કૂલ ટાઇમમાં આપણા અનેક મિત્રો બની જાય છે પરંતુ ભાગ્યેજ તમને સાચા મિત્રનું નામ પણ યાદ નહીં હોય. પરંતુ જે ખરાબ સમયે મદદ આવે એજ સાચો મિત્ર કહેવાય છે. આજે અમે તમને એક એવી સાચી કહાની અંગે જાણકારી આપવા જઇ રહ્યાં છીએ જે જાણી તમે પણ કહેશો કે વાહ,..મિત્રતા હોય તો આવી. અવાર નવાર જોવા મળે છે કે સ્કૂલના મિત્રો મોટા થયા બાદ એકબીજાને ભૂલી જાય છે પરંતુ અમે તમને સ્કૂલના કંઇક એવા મિત્રો અંગે જણાવીશું જેઓએ પોતાની મિત્રતાનો ધર્મ નિભાવ્યો.

ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે 44 વર્ષિય મુત્થુ કમાર ટ્રક ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લોકડાઉન પહેલા તેઓ મહિને 10 હજારથી 15 હજારની કમાણી કરતાં હતા પરંતુ લોકડાઉનને કારણે તેમની હાલત ખુબ જ ખરાબ થઇ ગઇ. તેમની કમાણી પણ શૂન્ય થવા લાગી. લોકડાઉનને કારણે 1-2 હજાર જ કમાણી થતી હતી. આવી સ્થિતિમાં ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેમના પરિવારમાં 6 સભ્ય છે જે એક ઝૂપડાંમાં રહી જીવન ગુજારી રહ્યાં છે. આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ હતી કે બે ટક ખાવાના પણ ફાંફા પડી ગયા હતા.

મુત્થુકુમાર સપ્ટેમ્બર મહિનામાં પોતાના એક સ્કૂલ ટીચરના ઘરે મુલાકાત કરવા માટે ગયા હતા. જ્યાં તેઓ પોતાના સ્કૂલના મિત્ર નાગેન્દ્રન સાથે મુલાકાત કરી. 30 વર્ષ બાદ નાગેન્દ્રન સાથે મુલાકાત કરી મુત્થુકુમાર ખુબ જ પ્રસન્ન થયા હતા. અને તેઓએ નાગેન્દ્રનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. જ્યારે નાગેન્દ્રન પોતાના મિત્ર મુત્થુકુમારના ઘરે પહોંચ્યા ત્યારે તેમના ઘરની હાલત જોઇ તો તેઓ ખુબ જ હતાશ થયા હતા. ત્યારે નાગેન્દ્રને પોતાના મિત્રની મદદ કરવાનું નક્કી કર્યું અને તેમના સ્કૂલ TECL હાયર સેકન્ડ્રીના મિત્રોના વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી ફંડ એકત્રિત કર્યું.

નાગેન્દ્રને એવું જણાવ્યું હતું કે જ્યારે હું મારા મિત્રના ઘરે પહોંચ્યો તો તેમની હાલત જોઇ હું ખુબ જ દુખી થઇ ગયો હતો. ગાઝા ચક્રવાતે ઘરની છત અને આસપાસના વૃક્ષો તબાહ કરી નાખ્યા હતા. ઘરની અંદર જવા માટે પણ નીચે નમવું પડતું હતું. ત્યારે મેં મિત્રની મદદ કરવાનું મન બનાવ્યું અને મેં એક વોટ્સએપ ગ્રૂપ બનાવી તેના ઘરની તસવીરો અને વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદ અનેક લોકો મદદ માટે આગળ આવ્યા.

કોઇ એન્જીનિયરની મદદ વગર નાગેન્દ્ર અને તેમના સાથીઓએ 3 મહિનાની અંદર જ અંદાજે દોઢ લાખ રૂપિયામાં ઘર તૈયાર કરી દીધું. ત્યારબાદ દિવાળીના તહેવાર પર નાગેન્દ્ર અને તમામ મિત્રોએ મુત્થુકુમાર અને તેમના પરિવારને નવું ઘર બનાવી ગિફ્ટમાં આવ્યું હતું. નાગેન્દ્રનનું કહેવું છે કે ભલે આપણે સંપર્કમાં ન રહ્યાં પરંતુ સ્કૂલના મિત્રો હંમેશા ખાસ હોય છે. જો કોઇ મિત્ર પર કોઇ પ્રકારની મુશ્કેલી આવે તો આવી સ્થિતિમાં તેઓ મિત્રની મદદ જરૂર કરવી જોઇએ.

error: Content is protected !!