પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી કૂતરા સાથે દફનાવી દીધી, કારણ જાણીને ડેન્ટિસ્ટ પર થૂંકશો એ નક્કી

ક્રાઈમ ગમે તેટલી ચાલકી સાથે કેમ ન કરવામાં આવ્યું હોય. પણ તે એકના એક દિવસ તો પકડાઈ જ થાય છે. હવે મધ્યપ્રદેશના સતના શહેરની આ ઘટનાને જ લઈ લો. અહિંયા એક ડેંટિસ્ટ ડોક્ટરે પોતાની ગર્લફ્રેન્ડનું મર્ડર કરીને તેની દફન વિધિ પણ કરી નાખી હતી. હેરાનીની વાત તો એ છે કે ગર્લફ્રેન્ડની સાથે તેને કુતરાને પણ મારીને તેની સાથે દફન કરી દીધુ હતું. જેના પાછળનું કારણ એ હતું કે કોઈને આ વાતની જાણ ન થાય. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના….

સતના નિવાસી ડેન્ટલ સર્જન ડોક્ટર આશુતોષ ત્રિપાઠી એક ડેન્ટલ ક્લિનિક ચલાવે છે. તેના આ ક્લિનિકમાં 23 વર્ષીય ભાનુ કેવટ નામની એક છોકરી આસિસ્ટેંટ તરીકે કામ કરતી હતી. સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાવા લાગ્યા હતા. ડોક્ટરે પોતાની આસિસ્ટેંટને લગ્નનું વચન આપીને અવૈધ સંબંધ બનાવ્યા હતા.

દિવસો વિતતા ગયા પણ ડોક્ટર લગ્નનું નામ લઈ રહ્યો ન હતો. જ્યારે તેની આસિસ્ટેંટ સતત તેને લગ્નનો દબાવ કરી રહી હતી. એવામાં ડોક્ટરે પોતાની ગર્લફ્રેન્ડનું મર્ડર કરી નાખ્યું હતું. જે બાદ ક્લીનીકથી દુર તેને એક ખાડો ખોદીને તેની ગર્લફ્રેન્ડને એક કુતરા સાથે દફનાવી દીધી હતી.

ડોક્ટરે વિચાર્યું કે ગર્લફ્રેન્ડની સાથે કુતરાને દફન કરવાથી મનુષ્યની લાશની ખરાબ વાસ નહીં આવે. આ વિચારીને તેને એક કુતરાનું પણ દફન કર્યું હતું. જ્યારે ભાનુ ઘણા દિવસોથી લાપતા હોવાથી માતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જ્યારે ડોક્ટરની પૂછપરછ કરી તો તે પોલીસને પણ મુર્ખ બનાવતો હતો. પણ પોલીસને શંકા જતા તેને ડોક્ટરની કડક પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ ડોક્ટર ભાંગી પડ્યો હતો અને તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો.

ડોક્ટરે જણાવ્યું કે ભાનુ સતત મને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. પણ હું લગ્ન કરવા માંગતો ન હતો. બસ મે આ અવૈધ સંબંધ છુપાવવા માટે મે તેની હત્યા કરી નાખી હતી. મળતી વિગત મુજબ ડોક્ટર અને તેની આસિસ્ટન્ટ વચ્ચે 2 વર્ષથી પ્રેમ સંબંધ હતા.

આ સમગ્ર ઘટનાએ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘણા એવું વિચારી રહ્યાં હતા કે એક ડોક્ટર પોતાની આસિસ્ટેંટ સાથે પણ આવુ કરી શકે છે. પ્રેમ સંબંધમાં આપણે ઘણી વખત હત્યા થતાં જોઈ છે. જેથી પ્રેમ સંબંધ બાંધતા પહેલા લગ્નને લઈને સ્પષ્ટતા કરવી જરૂરી છે.

 

error: Content is protected !!