ક્રેનનું તોતિંગ ટાયર કાળ બનીને ત્રાટક્યું, મહિલાનું પ્રાણ પંખેરું ઉડી ગયું, ધ્રુજાવી દેતો બનાવ
સંખેડા: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હરેશ્વર ગામ પાસે ગોઝારી ઘટના બની છે. એક ક્રેન અડફેટે લેતા મહિલા સુમિત્રાબેન તડવીનું માથા પર ક્રેનનું તોતિંગ ટાયર ફરી વળ્યું હતું અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેને પગલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ક્રેન ચાલકને અર્ધનગ્ન કરીને ફટકાર્યો હતો. ઘટનાની જાણ થતાં સંખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સ્કૂટર પર બેસાડીને પોલીસ ક્રેન ચાલકને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સંખેડા તાલુકાના હરેશ્વર ગામ પાસે આજે સવારે ક્રેને સુમિત્રાબેન રાજુભાઇ તડવી નામના મહિલાને અડફેટે લીધા હતા. જેમાં મહિલાના માથા પર ક્રેનનું તોતિંગ ટાયર ફરી વળ્યું હતું.
જેને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળા એકત્રિત થઇ હતા. મહિલાનું મોત થતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ક્રેન ચાલકને પકડી પાડ્યો હતો અને તેને અર્ધનગ્ન કરીને ફટકાર્યો હતો.
ઘટનાની જાણ થતાં સંખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ક્રેન ચાલકને લોકો પાસેથી છોડાવ્યો હતો અને સ્કૂટર પર બેસાડીને પોલીસ ક્રેન ચાલકને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.