B ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી હતી સંજય દત્તની પત્ની માન્યતા, કેવી રીતે બની દિલનવાઝ શેખ માંથી માન્યતા દત્ત..!

સંજય દત્તની પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ માન્યતા દત્તનો જન્મ 22 જુલાઇ 1978માં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. પહેલા માન્યતાનું નામ દિલનવાઝ શેખ હતું. માન્યતાની ઉછેર દુબઇમાં થઇ હતી. માન્યતા જ્યારે બોલીવૂડમાં આવી તો તેઓએ પહેલા પોતાનું નામ સારા ખાન રાખ્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે આ નામથી જ ઓળખાતી હતી. પ્રકાશ ઝા ફિલ્મમાં આઇટમ નંબર કર્યા બાદ તેઓએ બોતાનું નામ બદલી માન્યતા રાખી લીધું.

માન્યતા હાલ સંજય દત્ત પ્રોડક્શનની સીઇઓ છે. તે સંજયનું બધુ જ કામ સંભાળે છે. સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલાનો જન્મ 1988માં થયો હતો. આ પ્રમાણે જોઇએ તો ત્રિશાલા ઉંમરમાં માન્યતાથી માત્ર 10 વર્ષ જ નાની છે. માન્યતાને પહેલીવાર ઓળખ ત્યારે મળી જ્યારે તેઓએ ફિલ્મ મેકર પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાઝલમાં આઇટમ નંબર કર્યું હતું. ફિલ્મમાં આઇટમ સોંગ ઉલ્હડ જવાનીમાં માન્યતાએ જબરજસ્ત ડાંસ પર્ફોમન્સ આપ્યું હતું.

માન્યતાના પિતાનો દુબઇમા બિઝનેસ હતો. તેમના મૃત્યુ બાદ ઘરને સંભાળવાની જવાબદારી માન્યતા પર આવી ગઇ. અહીંથી તેમના ફિલ્મી કરીયરને બ્રેક લાગી ગયો હતો. તે પોતાના પરિવારના બિઝનેસને સંભાળવામાં વધુ વ્યસ્ત રહેવા લાગી.

માન્યતા એક સક્સેસફૂલ હિરોઇન બનવા માગતી હતી. પરંતુ તેને કોઇ મોટી ફિલ્મ ઓફર થઇ નહીં. જેના કારણે માન્યતાએ બી અને સી ગ્રેડ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. માન્યતાને લાગ્યું હતું કે પ્રકાશ ઝાની ફિલ્મમાં આઇટમ નંબર કર્યા બાદ તેને ફિલ્મ મળવાનું શરૂ થઇ જશે પરંતુ આવું થયું નહીં.

માન્યતાની કિસ્મત એ સમયે બદલી જ્યારે સંજય દત્તે માન્યતાની એક સી ગ્રેડ ફિલ્મ લવર્સ લાઇક અસના રાઇટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા. આ મિટિંગમાં પહેલીવાર સંજય દત્ત અને માન્યતાની મુલાકાત થઇ. આ દરમિયાન સંજય દત્ત એક જુનિયર આર્ટિસ્ટ નાડિયા દુરાનીને ડેટ કરી રહ્યાં હતા. માન્યતાએ કોઇને જણાવ્યા વગર સંજય દત્તને મળવા જવા લાગી. જ્યારે પણ નડિયા શહેરથી બહાર હોય ત્યારે માન્યતા સંજયને મળવા માટે તેના ઘરે પહોંચી જતી હતી. તે સંજય દત્તને અવાર નવાર પોતાના હાથથી જમવાનું બનાવી ખવડાવતી હતી.

એક તરફ નાડિયા હતી જે હંમેશા સંજયના ક્રેડિટ કાર્ડ પર શોપિંગ કરતી હતી તો બીજી બાજુ માન્યતા હતી જે ક્યારેય સંજય પાસે કંઇ મા્ગ્યું ન હતું. આજ કારણ હતું કે સંજયનો ઝૂકાવ માન્યતા તરફ વધું હતો. વર્ષ 2008માં સંજયે માન્યતા સાથે લગ્ન કરી લીધા. એ સમયે માન્યતાની ઉંમર માત્ર 29 વર્ષની હતી જ્યારે સંજય 50 વર્ષનો હતો.

બંનેના લગ્નનો સંજયના પરિવારજનોએ ખુબ જ વિરોધ કર્યો હતો. એક તો બંનેની ઉંમરમાં અંદાજે 20 વર્ષનો અંતર હતો તો માન્યતા, સંજયની દીકરી ત્રિશાલાથી માત્ર 10 વર્ષ જ મોટી છે. એવામાં કોઇપણ માન્યતાને સ્વીકારવા તૈયાર ન હતું. પરંતુ સંજયને માન્યતા પર સંપૂર્ણ ભરોસો હતો. વર્ષ 2010માં માન્યતાએ બે જુડવાબાળકો શરાન અને ઇકરાને જન્મ આપ્યો. હવે સંજય અને માન્યતા પોતાનું જીવન ખુશી ખુશી વિતાવી રહ્યાં છે.

error: Content is protected !!