ગોલુ-મોલુ દેખાતી ‘ગંગુબાઇ’, હવે થઇ ગઇ છે આવડી મોટી, પહેલી નજરે તો ઓળખી પણ નહીં શકો

ટીવીની જૂનિયર સ્ટાર ગંગુબાઇ ઉર્ફ સલોની ડૈનીએ પણ પોતાના ટ્રાન્સફોર્મેશનથી લોકોના હોશ ઉડાવીને રાખી દીધા છે. સલોની 3 વર્ષની હતી ત્યારથી એક્ટિંગ કરતી આવી રહી છે. વર્તમાનમાં તે 19 વર્ષની થઇ ગઇ છે. તેમનો કોમેડી સર્કસ મહાસંગ્રામમાં ગંગુબાઇનો રોલ લોકોને આજે પણ યાદ છે. જેમાં તેઓએ પોતાની જબરદસ્ત કોમિક ટાઇમિંગથી બધાને ખુબ જ હંસાવ્યા હતા.

સલોની પહેલા ખુબ જ મોટી એટલે કે વધુ વજન ધરાવતી હતી પરંતુ ત્યારે તેઓએ થોડા જ મહિનામાં 8થી 10 કિલોનું વજન ઓછું કર્યું છે. તેનું આ ટ્રાન્સફોર્મેશન જોઇ દરેક વ્યક્તિ ખુબ જ વખાણ કરી રહ્યાં છે. પોતાના આ ન્યૂ સ્લિમ અવતારથી સલોની ખુબ જ સુંદર દેખાઇ રહી છે. ફેન્સ તેમના આ ન્યૂ લૂકના ખુબ જ વખાણ કરી રહ્યાં છે.

સલોની સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેઓએ એક બર્થડે પાર્ટીની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તેઓ ગજબની સુંદર લાગી રહી છે. જેમાં તેણીનો ફિગર પણ ફિટ થઇ ગયો છે. હવે સલોનીના ફેન્સ તેના નવા અવતાને જોઇને દંગ રહી ગયા છે.

ઉલ્લેખનીય છે કે કોમેડી સર્કસ મહાસંગ્રામમાં ગંગુબાઇનો રોલ કર્યા બાદ તે લાંબા સમય સુધી ટીવીથી ગાયબ હતી. પછી તેઓએ યે જાદુ હે જિન્ન કા સીરિયલથી વાપસી કરી હતી. ત્યારબાદ 2016માં તે બડે ભૈયાની દુલ્હનિયા સીરિયલમાં પણ નજર આવી હતી.ટીવી સિવાય તે નો પ્રોબ્લેમ જેવી હિન્દી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે. તેઓએ મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સલોની નાની ઉંમરથી જ કોમેડી કરવામાં ઉસ્તાદ હતી. અર્ણબ ગોસ્વામીથી લઇને કાજોલ અને સોનમ કપૂર સુધી બધાની મિનિક્રી કરી લેવામાં માસ્ટર છે. આટલી નાની ઉંમરમાં આટલું ટેલેન્ટ હોવાને કારણે જ તે ખુબ જ પોપ્યુલર થઇ હતી.સલોની સોશિયલ મીડિયા પર ફની વીડિયો બનાવી શેર પણ કરતી રહે છે. તમને આ ક્યૂટ સલોનીનું આ ટ્રાન્સફોર્મેશન કેવું લાગ્યું ?

error: Content is protected !!