જન્મદિવસ સેલિબ્રેટ કરે તે પહેલાં જ ફાર્મ હાઉસમાં સલમાન ખાનને સર્પદંશ, રાત્રે ત્રણ વાગે હોસ્પિટલમાં…

મુંબઈ: સલમાન ખાનનો 27 ડિસેમ્બરે 56મો જન્મદિવસ છે. સલમાન ખાનને જન્મદિવસ પહેલાં એટલે કે 25 ડિસેમ્બરની રાત્રે સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેશન માટે ગયો હતો. ઉલ્લેખનીય છે કે પનવેલ ફાર્મ હાઉસ પર્વતીય વિસ્તારમાં આવેલું છે અને અહીંયા જંગલ વિસ્તાર છે. સાપ-અજગર અવારનવાર અહીંયા જોવા મળે છે. સલમાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો હતો.

ફાર્મહાઉસમાં સાપે ડંખ માર્યો
સલમાન ખાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્થડે સેલિબ્રેશન માટે પનવેલ ફાર્મહાઉસ આવ્યો હતો. અહીંયા સલમાનને સાપે ડંખ માર્યો હતો. સલમાનને કામોઠે વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી મિશન (MGM) હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગે દાખલ કરવામાં આવ્યો હતો. સલમાનને આજે એટલે કે 26 ડિસેમ્બરે સવારે નવ વાગે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે અને સલમાન ખાન પોતાના ફાર્મહાઉસ પર આવી ગયો છે. સલમાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો હતો.

હાલમાં જ ‘બિગ બોસ’ના સેટ પર જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
સલમાન ખાને હાલમાં જ ‘બિગ બોસ 15’ના સેટ પર ફિલ્મ ‘RRR’ની ટીમ સાથે કેક કટિંગ કરીને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આલિયા ભટ્ટ, જુનિયર NTR તથા રામચરણ તેજા તથા ડિરેક્ટર એસ એસ રાજમૌલિએ ‘બિગ બોસ’માં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ફિલ્મ સાત જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

સલમાને હાલમાં જ ‘ટાઇગર 3’નું શૂટિંગ પૂરું કર્યું
સલમાન ખાને હાલમાં જ ‘ટાઇગર 3’નું શૂટિંગ મુંબઈમાં પૂરું કર્યું હતું. બાકીનું શૂટિંગ હવે સલમાન ખાન તથા કેટરીના કૈફ દિલ્હીમાં કરશે. આ શૂટિંગ આવતા વર્ષે થશે.

‘અંતિમ’માં જોવા મળ્યો
સલમાન ખાન છેલ્લે ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે પોલીસના રોલમાં હતો અને તેના જીજાજી આયુષ શર્મા ગેંગસ્ટરના રોલમાં હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ એવરેજ રહી હતી.

error: Content is protected !!