સલમાન ખાન અમદાવાદમાં, ગાંધી આશ્રમની મુલાકાત લીધી, રેંટિયો ચલાવ્યો અને સૂતરની આંટી હાથમાં લપેટી

અમદાવાદ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. પોતાની નવી ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ પહોંચ્યા છે. તેમણે આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 10 મિનિટ સુધીની આ મુલાકાતમાં તેમણે રેંટિયો ચલાવ્યો હતો. સલમાનખાન શહેરમાં પહોંચતાં જ ગાંધી આશ્રમ પાસે ચાહકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં વીંટી દીધી હતી.

સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમે કમાણી મામલે પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે રફતાર પકડી છે. ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારે 4.50 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે 5.50 કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલા દિવસની સરખામણીમાં એકથી દોઢ કરોડનો વધારો થયો છે.ફિલ્મ અંતિમની કમાણીની વાત કરીએ તો તેણે બે દિવસમાં લગભગ 10 કરોડની કમાણી કરી લીધી છે.આગામી દિવસોમાં બોક્સ ઓફિસ કલેક્શનમાં વધારો જોવા મળી શકે છે.

સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ ‘અંતિમ’ને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાનનો એકદમ અલગ અવતાર જોવા મળે છે, જે એક શાંત શીખ પોલીસકર્મી છે જે પોતાનો ગુસ્સો ગુમાવતો નથી પરંતુ વસ્તુઓને અલગ રીતે હેન્ડલ કરે છે. આ ફિલ્મમાં સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાણા મુખ્ય ભૂમિકામાં છે. તે મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત અને સલમાન ખાન દ્વારા નિર્મિત ફિલ્મ છે.

error: Content is protected !!