10 એકરમાં ફેલાયેલો છે પટોડી પેલેસ, અંદરથી આવો દેખાય છે નજારો, કિંમત સાંભળી આંખો થઈ જશે પહોળી

મુંબઈઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો દરેક ચમકતો સ્ટાર આજે વૈભવી જીવન જીવી રહ્યો છે. પરંતુ એવા ઘણા કલાકારો છે જેમને અપાર મિલકત તેમના દાદા પરદાદા પાસેથી મળી છે. આ નામમાંથી એક નામ સૈફ અલી ખાનનું પણ આવે છે, જે ભૂતપૂર્વ ભોપાલના ખૂબ મોટા પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેમના દાદા પરદાદા પણ લાઇમલાઇટનું જીવન જીવી ચૂક્યા છે, તો ચલો આજે અમે તમને સૈફ અલી ખાનના વૈભવી ઘર વિશે જણાવીએ.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહીને સૈફ અલી ખાને ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું, આ દરમિયાન તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે પણ સંકળાયેલું હતું, આજે તેમની પુત્રી સારા અલી ખાન પણ ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવી રહી છે પરંતુ શું તમે જાણો છો કે તે એક લક્ઝુરિયસ ઘરમાં રહે છે. જ્યાં 100 થી વધુ નોકરો કામ કરે છે.

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર ખાન સાથે અવારનવાર હરિયાણાના પટૌડી પેલેસની મુલાકાત લે છે. જણાવી દઈએકે, સૈફનું આ રજવાડુ પૂર્વજોનું છે. જે ઘણું આલિશાન રીતે બનાવવામાં આવ્યુ છે આ પેલેસમાં ફરવા માટે તમને સવારથી સાંજ સુધીનો સમય લાગી શકે છે. કારણ કે આ મહેલમાં આટલી મોટી સંખ્યામાં રૂમો બનાવવામાં આવ્યા છે.

આ મહેલની વાત કરીએ તો તે 10 એકરથી વધુ જમીનમાં ફેલાયેલો છે. જેમાં એકસો પચાસથી વધુ રૂમો છે અને તેનું ઈન્ટીરિયર પણ ખૂબ જ વૈભવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. અહીં પહેલેથી જ સારી ડિઝાઇન કરવામાં આવી છે. પરંતુ સમય-સમય પર સૈફ પણ તેને પોતાના મુજબ મોડિફાઈ કરાવે છે.

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાનના પિતાના અવસાન પછી, આ મહેલ નીમરાણા હોટેલ્સને સોંપાયો હતો, તેઓએ 2014માં તેનું સંચાલન શરૂ કર્યું હતું. આ મહેલની દરેક એક વસ્તુની ખાસ રચના કરવામાં આવી છે જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ મહેલની કિંમત 800 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. જોકે, પટૌડી પરિવાર પાસે સંપત્તિની કોઈ અછત નથી. તેમની પાસે પણ 2700 કરોડથી વધુની સંપત્તિ છે.

error: Content is protected !!