‘હું મંગળ ગ્રહથી આવ્યો છું, ધરતી ખત્મ થઈ જવાની છે’ બાળકની ભવિષ્યવાણીએ મચાવી બબાલ

આ દુનિયા ખુબ મોટી છે. પૃથ્વી સિવાય અંતરિક્ષમાં બીજા પણ ગ્રહો આવેલા છે. એવામાં ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે શું બીજા ગ્રહો પર જીવન છે? જો કે આ વાત હજુ સુધી સાબિત થઈ નથી. જો કે ઈન્ટરનેટની દુનિયામાં અત્યારે એલિયન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘણી વખતત તો કોઈ બ્લર તસવીર કે વીડિયો પણ જોવા મળ્યો છે. જેમાં એલિયન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પણ આ એલિયન હકિકતમાં છે કે નહીં તે પણ એક રહસ્ય છે. નાના બાળકની ભવિષ્યવાણીથી દુનિયામાં મચી ગઈ હલચલ, કહ્યું ધરતીનો અંત આવી રહ્યો છે એકદમ નજીક….જાણો વિગતવાર


મંગળથી ધરતી પર લોકોને બચાવવા આવ્યો છું
આ વચ્ચે રશિયાના વોલ્ગોગ્રાડમાં રહેનાર એક છોકરાએ ખુબ હેરાન કરનાર દાવો કર્યો છે. આ છોકરાએ કહ્યું કે તે પહેલા મંગળ ગ્રહ પર રહેતો હતો. તે ધરતી પર મનુષ્યોને બચાવવા માટે આવ્યો છે. આ તેનો પુનર્જન્મ છે. બાળકનું નામ બોરિસ્કા કિપ્રિયાનોવિચ છે. જ્યારે તે 11 વર્ષનો હતો ત્યારે 2007માં વીડિયોમાં તેને પૃથ્વીને બચાવવા માટે ચેતવણી આપી હતી.

પરમાણુ યુદ્ધથી ખત્મ થઈ શકે છે ધરતી
બોરિસ્કાએ જણાવ્યું કે હજારો વર્ષ પહેલા પરમાણુ સંઘર્ષને લઈને એલિયન સમુદાય ખત્મ થઈ ગયો હતો. પણ હવે ડર છે કે ધરતી પણ આ ડાયરેક્શનમાં આગળ વધી રહી છે. પણ જ્યારે બાળકના માતાએ આ બધા વિશે પૂછ્યુ તો તેને કહ્યું કે પૃથ્વીને લઈને કરવામાં આવેલી જાણકારી વિશે કોઈ માહિતી નથી. મીડિયામાં આ બાળકને ધ હોય ફ્રોમ માર્સ નામ આપવામાં આવ્યું છે.

જણાવ્યું સ્ફિંક્સનું રહસ્ય
બોરિસ્કાએ જણાવ્યુ કે મિસ્ત્રના મહાન સ્ફિંક્સમાં એક રહસ્ય છે. જો તે ઉજાગર થઈ જાય તો ધરતી પર લાઈફ હંમેશા માટે ચેન્જ થઈ જાય. તેને દાવો પણ કર્યો છે કે તેની પ્રજાતિને મિસ્ત્રવાસીઓ સાથે ખુબ ઉંડો સંબંધ છે. બોરિસ્કા અનુસાર ગયા જન્મમાં તે મંગળ ગ્રહ પર એક પાયલટ હતો. તેને પોતાને ઈંડિગો ચાઈલ્ડ નામ આપ્યું છે.તેને જણાવ્યુ કે ગીજાનું રહસ્ય બધાની સામે ઉજાગર થશે તો ધરતી પર જીવન પહેલા જેવુ નહીં રહે.

મંગળ ગ્રહ પર 35 વર્ષ પછી ઉંમર વધતી નથી
બોરિસ્કાનો દાવો છે કે તે મંગળ ગ્રહ પર એક ફાઈટર પાયલટ હતો. તેને પોતાના ગ્રહને બચાવવા માટે ઘણી લડાઈ લડી હતી. તેને જણાવ્યું કે મંગળ ગ્રહ પર 35 વર્ષ બાદ ઉંમર વધતી નથી. મંગળવાસી ખુબ લાંબા અને ટેકનીકી રૂપથી તેજ અને સાયન્સમાં આગળ છે. તેને આગળ કહ્યું કે મને યાદ છે કે મારી ઉંમર 14 કે 15 વર્ષની હતી. માર્ટિયન અમારા પર એ દિવસે હુમલા કરી રહ્યો હતો. એવામાં આ યુદ્ધના કારણે મારે હંમેશા એક મિક્ષ સાથે એયર અટેકમાં સામેલ થવું પડ્યું હતું.

error: Content is protected !!