યુક્રેનની આપવીતી વર્ણવતાં વર્ણવતાં યુવતી રડી પડી, રશિયન આર્મી માત્ર ભારતીય યુવતીઓને પકડી જતી રહી, ખબર નહીં હવે અમારી સાથે શું થશે

અત્યારે યુક્રેનમાં રશિયાનો હુમલો ચાલુ છે. એવામાં ઘણાબધા ભારતીયો અત્યારે યુક્રેનમાં ફસાયેલા છે. આ ઘટનાક્રમ વચ્ચે ઉત્તરપ્રદેશ લખનઉની વિદ્યાર્થિનીએ રશિયન આર્મીએ તેની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે. આ વીડિયો તેને પોતાની મિત્ર કરનાલની રક્ષિતાને મોકલ્યો હતો, જેમાં ગર્વા ઘણી ડરી ગઈ છે અને તેને જીવનું જોખમ હોવાનું પણ જાણવા મળ્યું છે.

વીડિયોમાં ગર્વા મિશ્રાએ કહ્યું હતું કે તે ઉત્તરપ્રદેશના લખનઉની રહેવાસી છે. અમે કિવમાં અટવાયેલા છીએ. અહીં ચારેબાજુથી રશિયન સૈન્યએ ઘેરી કરી લીધી છે. વળી, અત્યારે અમને કોઈ મદદ પણ કરતું નથી. મને નથી લાગતું કે અહીં કોઈપણ અમારી મદદ માટે સામે આવશે.

 

થોડા સમય પહેલાં જ મેં અહીંનો વીડિયો જોયો હતો. ત્યાર પછી મેં એમ્બેસીને ફોન કર્યો, પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી. વળી, જ્યારે લોકો પાસે મદદ માગીએ અથવા આ મુદ્દે વાત કરીએ છીએ ત્યારે કોઈ અમારું સાંભળતું પણ નથી.

યુવતીઓએ ક્યાંથી માહિતી લીધી?
ગર્વા મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ગત રાત્રે કેટલાક લોકો આવ્યા હતા. તેમણે અહીંનો ગેટ તોડીને હંગામો મચાવ્યો હતો. ત્યાર પછી અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો. આવી પરિસ્થિતિ પછી વિચાર્યું કે આપણે અહીંથી નીકળીએ. અમારી પાસે ટ્રેન, બસ અને કારનો જ વિકલ્પ છે, કારણ કે બસ અને કેબમાં કિવથી નીકળેલા વિદ્યાર્થીઓને રશિયન આર્મીએ અટકાવ્યા હતા.

તેમના પર ગોળીબાર કરીને ભારતીય યુવતીઓની ત્યાંથી ધરપકડ કરી લીધી હતી. એટલું જ નહીં, આ રશિયન સૈનિકો માત્ર છોકરીઓને જ પકડીને લઈ ગયા છે, હવે ક્યાં લઈ ગયા છે એ કોઈને જાણ પણ નથી.

રોમાનિયા બોર્ડર પર ભારતીયો સાથે મારપીટ
તેણે વધુમાં કહ્યું હતું કે રોમાનિયા બોર્ડર પરથી એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સેના ભારતીય વિદ્યાર્થીઓને મારી રહી છે. યોગીજી, મોદીજી અમને બચાવો. મને ખબર નથી કે અમારું અહીં શું થશે? અમને નથી લાગતું કે અમે બચી જઈશું.

error: Content is protected !!