હિરોઇનને ટક્કર આપતી હતી ઋષિ કપૂરની બહેન રિતુ, અમિતાભની હતી વેવાણ, ગીનીઝ બૂકમાં નોંધાયું હતું નામ

કપૂર પરિવાર હિન્દી સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત, સફળ, ચર્ચિત અને મોટો પરિવાર છે. કપૂર પરિવારને હિન્દી સિનેમાનો પ્રથમ પરિવાર પણ કહેવામાં આવે છે. કપૂર પરિવારે હિન્દી સિનેમાને એક પછી એક અનેક ટોચના કલાકાર આપ્યા છે. પૃથ્વીરાજ કપૂરથી લઇને રણબીર કપૂર સુધી કપૂર પરિવારની ચાર પેઠીએ બોલીવૂડમાં પોતાની અદાકારીના ફડચમ લહેરાવ્યા છે અને હજુ પણ આ સિલસિલા ચાલું જ છે.

કપૂર પરિવાર સાથે જોડાયેલા લગભગ તમામ સભ્ય હિન્દી સિનેમામાં કોઇના કોઇ રીતે સક્રિય રહ્યો છે. પૃથ્વીરાજ કપૂરના ત્રણ દિકરા રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂરે બોલીવૂડમાં મોટું નામ બનાવ્યું. રાજ કપૂર તો હિન્દી સિનેમામાં શોમેનના નામથી ફેમસ છે. રાજ કપૂરના ત્રણ દિકરા થયા રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર.

રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર એમ ત્રણેયે બોલીવૂડમાં કામ કર્યું અને ઋષિ કપૂરને તો એક્ટર તરીકે સૌથી વધુ સફળતા મળી. ત્રણ દિકરા સિવાય રાજ કપૂરની બે દીકરી પણ હતી. જેનું નામ રીમા કપૂર અને રિતુ નંદા. આજે અમે તમને રિતુ નંદા વિશે કેટલીક ન જાણેલી વાતો જણાવીશું.

કહેવામાં આવી રહ્યું છે કે પાંચ બાળકોમાં રાજ કપૂરની સૌથી લાડલી રિતુ નંદા હતી. રિતુએ પોતાના પિતા અને ભાઇઓ અને પરિવારની જેમ ફિલ્મી દુનિયામાં પોતાના કરિયરની પસંદગી કરી નહીં. પરંતુ દેખાવમાં તે કોઇ બોલીવૂડ અભિનેત્રીથી જરાય ઉતરતી ન હતી.

 

સંબંધમાં રિતુ સદીના મહાનાયક અભિતાભ બચ્ચનની વેવાણ પણ હતી. રિતુના દિકરા નિખિલ નંદાના લગ્ન અભિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે થયા છે.

જણાવી દઇએ કે રિતુના દાદાજી એટલે કે પૃથ્વીરાજ કપૂરની દેશના પ્રથમ વડપ્રધાન રહેલા પંડિત નેહરુ સાથે સારી મિત્રતા હતી અને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન રહેલી ઇન્દિરા ગાંધી આ મિત્રતાને સંબંધમાં બદલવા માગતી હતી. આથી રિતુ નંદાના લગ્ન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે થવાના હતા.

ઇન્દિરાનું મન તો રિતુને પોતાના ઘરની પુત્રવધુ બનાવવાનું હતું પરંતુ ઇન્દિરા દ્વારા રાજીવને આ વાત જણાવવામાં આવે એ પહેલા જ રાજીવે પોતાની માતાને પોતાના દિલની વાત સંભળાવી દીધી અને આ સંબંધ થઇ શક્યો નહીં. ત્યારબાદ વર્ષ 1969માં 21 વર્ષની ઉંમરમાં રિતુએ દિલ્હીના બિઝનેસમેન રાજન નંદા સાથે સાત ફેરા લીધા.

ગિનિઝ બૂકમાં નામ નોંધાયેલું છે રિતુ નંદાનું…
રિતુ નંદા લાઇફ ઇંશ્યોરન્સ કોર્પોરેશન સાથે જોડાયેલી હતી. આ સાથે કામ કરતાં કરતાં તેઓએ એક એવી કામગીરી કરી જેના કારણે તેમનું નામ ગિનિઝ બૂકમાં દર્જ થઇ ગયું. તેઓએ એક દિવસમાં 17 હજાર પેન્શન પોલિસી વેચી હતી અને તેમના આ કારનામા સામે ગિનિઝ બૂકે પણ નમન કર્યા હતા.

30 ઓક્ટોબર 1948માં મુંબઇમાં જન્મેલી રિતુ નંદાએ અંદાજે દોઢ વર્ષ પહેલા દુનિયાને અલવીદા કરી હતી. તેમનું 71 વર્ષની વયે 14 જાન્યુઆરી 2020માં દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત હતી. 7 વર્ષ સુધી કેન્સર સામે લડ્યા બાદ તેઓએ દુનિયાને અલવિદા કર્યું હતું.

રિતુના અંતિમ સંસ્કારમાં બચ્ચન પરિવાર પણ સામેલ થયો હતો અને કપૂર તથા બચ્ચન બંને પરિવારોએ રિતુને ભીની આંખોની સાથે છેલ્લી વિદાઇ આપી હતી.

error: Content is protected !!