પત્નીને ખેતરમાં લઈ ગયો દિવ્યાંગ પતિ, તક જોઈને ભર્યું ધ્રુજાવી દેતું પગલું

મધ્યપ્રદેશના રીવામાં એક અપંગ પતિએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. પારિવારિક ઝઘડામાં તેણે તેની પત્નીના હાથ-પગ દાંતરડાથી કાપી નાખ્યા. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

મામલો રીવા જિલ્લાના સેંદુરા ગામ, રાયપુર કરચુલિયા પોલીસ સ્ટેશનનો છે. પારિવારિક ઝઘડામાં વિકલાંગ પતિએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. રામકલેશ કોરીએ તેની 30 વર્ષની પત્ની લલ્લી કોરીના હાથ-પગ કાપી નાખ્યા. લલ્લી ગુજરાતમાં નોકરી કરતી હતી અને થોડા દિવસ પહેલા ગામ પાછી આવી હતી.

આ પછી ઘરમાં પારિવારિક ઝઘડો શરૂ થયો. રવિવારે પતિ રામકલેશ પત્ની લલ્લીને ખેતરમાં લઈ ગયો હતો. દુર્ઘટનાથી અજાણ લાલીને રામકલેશના ઈરાદા પર કોઈ શંકા નહોતી, પણ આરોપી પતિએ પહેલેથી જ પ્લાન કરી લીધો હતો. તેણે દાંતરડુ સંતાડી દીધું હતું અને તક મળતાં જ તેણે તેની પત્નીને દાંતરડાથી મારીને તેના હાથ-પગ કાપી નાખ્યા હતા.

પત્નીની ચીસો સાંભળીને ગામના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને જાણ કરી. ઘટના બાદ પતિને પોલીસે કસ્ટડીમાં લીધો છે. આરોપી પતિ એક હાથે વિકલાંગ છે. પત્નીના હાથ-પગ પર શા માટે હુમલો કર્યો? આ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે સંજય ગાંધી હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત મહિલાના હાથ-પગ કબજે કરીને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને અહીં ડોક્ટરોએ ઓપરેશન કરીને હાથ-પગ જોડ્યા હતા. હવે મહિલાની હાલત ખતરાની બહાર છે. પોલીસે આરોપી પતિ પર 307 હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ હાથ ધરી છે.

error: Content is protected !!