પૂર્વ DGPનો ધડાકોઃ વિદ્યાર્થીઓ પોતાના ફાયદા માટે યૂક્રેન ગયા હતા, મરી જાય તો સરકાર પર આરોપ ન લગાવી શકે

રશિયા-યુક્રેનનાં યુદ્ધ વચ્ચે ત્યાં રહેતા અન્ય દેશોના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દારૂગોળો અને ભીષણ શસ્ત્રો કોઈપણને મારી શકે છે. યુક્રેનમાં ભારતીયોની સંખ્યા પણ હજારોમાં છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. સરકારે તેમને સુરક્ષિત બહાર લાવવાની કવાયત શરૂ કરી છે. જો કે આ દરમિયાન એક પૂર્વ IPS ઓફિસરના ટ્વિટને કારણે વિવાદ ફેલાઈ ગયો છે. તેણે અંગ્રેજીમાં એક પછી એક અનેક ટ્વીટ કર્યા.

અહીં તમે જોઈ શકો છો કે નિવૃત્ત IPS અધિકારી અને કેરળના ભૂતપૂર્વ DGPએ શું લખ્યું છે. તેમનું નામ છે ડૉ. એન.સી. અસ્થાના છે. તેમના ટ્વીટનો અર્થ છે કે, ‘ભારતીય વિદ્યાર્થીઓ પોતાના ફાયદા માટે યુક્રેન ગયા છે… અને જો તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામે તો પણ સરકારને દોષ આપી શકે નહીં.’,

યુક્રેનમાં તકલીફમાં રહેલા ભારતીયો પર તેમણે ટ્વીટમાં લખ્યું- “ભારત સરકારની માત્ર નૈતિક જવાબદારી છે, વિદ્યાર્થીઓને યુક્રેનમાં બહાર કાઢવાની કોઈ કાનૂની જવાબદારી નથી. સરકારની બિનજરૂરી ટીકા કરવાનું બંધ કરો. તેઓ પોતાના ફાયદા માટે ત્યાં ગયા હતા. જો કોઈ ભારતીય એન્ટાર્કટિકા અથવા ઊંડા સમુદ્રમાં ખતરામાં હોય, શું ભારત સરકારે તેને બહાર કાઢવા જોઈએ?”

પૂર્વ IPS ઓફિસર દ્વારા આ લખ્યા બાદ ઘણા યુઝર્સે તેમને ખરુ-ખોટુ કહેવાનું શરૂ કર્યું. એક યુઝરે (@Mihir23760756) લખ્યું – “જો એમ હોય તો, ભારત સરકારે 1990માં ઈરાક-કુવૈત સંઘર્ષ દરમિયાન કુવૈતથી 1.7 લાખ લોકોને એરલિફ્ટ કરીને તેના સંસાધનોનો બિનજરૂરી રીતે બરબાદ કર્યા, કારણ કે તેઓ બધા વધુ પૈસા કમાવવા માટે ત્યાં ગયા હતા.”

તો, એકે લખ્યું – તમે શું બકવાસ કરી રહ્યા છો, શું આપણે આપણા દેશના લોકોને ન લાવીએ, તેમને મરવા માટે છોડી દઈએ.

પૂર્વ IPSએ ફરી લખ્યું- ‘ભારત સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે તે યુક્રેનને ખાલી કરાવવાનો પૂરો પ્રયાસ નહીં કરે, પરંતુ જો આ દરમિયાન કોઈ વ્યક્તિને ઈજા પહોંચે તો ભારત સરકારને દોષ ન આપી શકાય. દયા અને કાયદાકીય જવાબદારી વચ્ચેનો તફાવત સમજો, દયામાં કરોડો ખર્ચો, પરંતુ તે લાકડી મારીને ન થઈ શકે. યુદ્ધ-ક્ષેત્રમાં કેટલાક અવરોધો છે.

error: Content is protected !!