મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે મંદિરમાં સાત ફેરા લીધા, ચાંદ બીવી બની ગઈ ચંદા, જુઓ તસવીરો

પ્રેમનો એક અનોખા કિસ્સો સામે આવ્યો છે. એક હિન્દુ ઓટો ડ્રાઈવરને એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે યુવતીના પરિવારજનોને આ વાતની ખબર પડી તો તેમણે પ્રેમીની ધોલાઈ કરી હતી. જેથી પ્રેમિકાને ખોટું લાગી જતાં તેણે ઝેર પીને જીવ આપી દેવાનો પ્રયત્નો કર્યો હતો. હવે પ્રેમિકાએ હિન્દુ રીતિ-રિવાજથી મંદિરમાં સાત ફેરા ફરી પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે અને પોતાનું નામ બદલીને ચંદા રાખી દીધું છે.

બિહારના બેગુસરાયમાં ધર્મની દીવાલ તોડીને મુસ્લિમ છોકરી ચંદા બીબીએ પોતાનો પ્રેમ જીતીને રાજીવ કુમાર પાસવાન સાથે હિન્દુ વિધિ મુજબ મંદિરમાં લગ્ન કર્યા. હકીકતમાં, 24 ઓગસ્ટની રાત્રે, જ્યારે પ્રેમી રાજીવ કુમાર પાસવાન તેની પ્રેમિકા ચંદા બીબીને મળવા માટે પહોંચ્યો હતો, ત્યારે ચંદા બીબીના સંબંધીઓએ રાજીવને પકડ્યો અને તેને ખૂબ માર માર્યા બાદ પોલીસને સોંપ્યો હતો.

આ દરમિયાન, તેના પ્રેમીની મારપીટને જોતા, પ્રેમિકા ચંદા બીબીએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેણીને સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ બાબત બાદ બંનેનો પ્રેમ જોઈને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ શુક્રવારે રાત્રે આર્ય મંદિરમાં બંનેના હિન્દુ રિવાજ મુજબ લગ્ન કર્યા. ચંદા બીબીએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો અને ચંદા કુમારી બની અને રાજીવ પાસવાન સાથે લગ્ન કર્યા અને ખૂબ ખુશ છે.

હકીકતમાં, સાહેબપુર કમાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ચંદા 2016માં બલિયા ડિઝનીલેન્ડ મેળામાં ટેમ્પો ડ્રાઈવર રાજીવ કુમારને મળી હતી, ત્યારબાદ બંને મિત્રો બની ગયા હતા અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી.

પછી બંનેએ એક સાથે જીવવા-મરવાની કસમ ખાઈ હતી પણ છોકરીનો પરિવાર આ સંબંધથી નાખુશ હતો, જેના કારણે રાજીવની મળીને જોરદાર ધોલાઈ કરી હતી.રાજીવ અને ચંદા આ લગ્નથી ખૂબ જ ખુશ છે. આ લગ્નમાં મહત્વની ભૂમિકા ભજવનાર બજરંગ દળના લોકોએ બંનેના લગ્ન કરાવ્યા.

બજરંગ દળના પ્રાંત સહ-સંયોજક શુભમ ભારદ્વાજે જણાવ્યું કે ચંદા ઘરે પરત આવી અને રાજીવ સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા. તેમણે જિલ્લા વહીવટીતંત્ર પાસે બંનેની સુરક્ષાની માંગણી પણ કરી છે.

error: Content is protected !!