‘પુષ્પા’ ના રંગમાં રંગાયા ‘બાપુ’, રવીન્દ્ર જાડેજાએ અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં તસવીર શેર કરી

ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અત્યારે અવારનવાર ફિલ્મી લુકમાં જોવા મળી રહ્યો છે. તેવામાં ફરી એકવાર જાડેજા પુષ્પાઃ ધ રાઈઝ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની જેમ દાઢી-મૂછને તાવ આપી અનોખા રૂપમાં તસવીર શેર કરી છે. તેવામાં બાપુની આ તસવીર ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા લાગી હતી. યૂઝર્સ આ તસવીરને જોઈને એવું કહેવા લાગ્યા કે રવીન્દ્ર જાડેજાને પુષ્પા-2ના બીજા ભાગમાં લીડ રોલ મળી જવો જોઈએ. તે અલ્લુ અર્જુનને સારી કોમ્પિટિશન આપી રહ્યા છે. તો બીજી બાજુ યુઝર્સે અવાર-નવાર ઈન્ડિયન સિનેમાની પોસ્ટ કરતા ઓસ્ટ્રેલિયન પ્યેયર ડેવિડ વોર્નરને પણ ચેતવણી આપી દીધી છે.

રવીન્દ્ર જાડેજા પુષ્પાઃ ધ રાઈઝના ફેન
છેલ્લા કેટલાક સમયથી સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ સિનેમાઘરોમાં ધૂમ મચાવવાની સાથે લોકોમાં ખૂબ ચર્ચિત રહી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. તેવામાં હવે આનો ફીવર સામાન્ય દર્શકોને જ નથી ચડ્યો પરંતુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ તેના દીવાના બની ગયા છે. આ ફિલ્મ રિલીઝ થયાના ગણતરીના દિવસોમાં જ રવીંદ્ર જાડેજાએ અલ્લુ અર્જુન જેવી જ એક્ટિંગ કરતો વીડિયો શેર કર્યો હતો. જે ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો. તેવામાં બુધવારે ફરી એકવાર રવીન્દ્ર જાડેજાએ દાઢી-મૂછને તાવ આપી અલ્લુ અર્જુનના લુકને પડકાર્યો છે.

બાપુ આ નવા લુકમાં ગ્રાફિક્સની સહાયથી મોઢામાં બીડી પીતા હોય તેવા જણાઈ રહ્યા છે. જોકે આના કેપ્શનમાં તેમણે પુષ્પાઃ ધ રાઈઝનો એક ડાયલોગ પણ લખ્યો છે તથા ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તેની જાણ પણ કરી છે.

યૂઝર્સે કહ્યું પુષ્પા-2માં રોલ પાક્કો, ડેવિડ વોર્નરને ચેતવણી પણ આપી
આ દરમિયાન સોશિયલ મીડિયામાં યૂઝર્સે રવીંદ્ર જાડેજાની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા, તથા તેમને પુષ્પા ધ રાઈઝના બીજા ભાગમાં લીડ રોલ મળી જશે તેવી ચર્ચા પણ કરી છે. આની સાથે જ અન્ય એક યૂઝરે જણાવ્યું હતું કે ડેવિડ વોર્નર તું ચેતી જજે. હવે રવીન્દ્ર જાડેજા ફિલ્મી સ્ટાઈલમાં પોસ્ટ કરવા મેદાનમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરને પણ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે અનોખો પ્રેમ છે. તે પણ અવાર નવાર વિવિધ અવતારમાં ફોટો અથવા વીડિયો એડિટ કરીને પોસ્ટ કરતો હોય છે. તેવામાં ફેન્સની આવી પ્રતિક્રિયાથી ડેવિડ વોર્નર સામે બાપુનો નવો લૂક પડકાર રૂપ રહેશે.

જાડેજાને રિકવર થતા મહિનાઓ લાગી શકે છે
રવીન્દ્ર જાડેજા લિગામેન્ટ ઈન્જરીથી ઝઝૂમી રહ્યા છે. જાડેજાને રિકવર થતા મહિનાઓ લાગી શકે છે. જો તે સર્જરી કરાવે તો તે IPL 2022ની આસપાસ જ સાજા થઈ શકશે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ ના એક સંવાદ પર બનાવેલો જાડેજા બાપૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને દર્શકોને અને ચાહકોને ક્રિકેટના અલ્લુ અર્જૂનની એક્ટિંગ ખૂબ પસંદ પડી રહી છે.

error: Content is protected !!