રાત્રે મંગેતર સાથે બર્થ-ડે પાર્ટી સેલિબ્રેટ કરી સુઈ ગઈ, સવારે રૂમમાંથી મળી સગી બહેનોની લાશ

બે સગી બહેનોની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બહેનોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ વિસ્તારના તમામ લોકો ચોંકી ગયા છે. પોલીસ સમગ્ર કેસમાં આત્મહત્યા કે હત્યા દરેક પાસાઓની તપાસ કરી રહી છે. મોટી બહેન શીતલ લાખાણી રાંચીની એક હોસ્પિટલમાં કામ કરતી હતી જ્યારે તેની નાની બહેન માન્યા સરલા બિરલા સ્કૂલની ધોરણ 9ની વિદ્યાર્થીની હતી. તેના પિતા સંજય લાખાણી રાંચીના મોટા કોન્ટ્રાક્ટરોમાંના એક છે.

મળતી માહિતી મુજબ ગત રાત્રે મોટી બહેન શીતલનો જન્મદિવસ ઉજવાયો હતો. ત્યારબાદ રાત્રે બંને બહેનો રૂમમાં સુઈ ગઈ હતી. સંબંધીઓએ જણાવ્યું કે બધુ બરાબર હતું પરંતુ સવારે રૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેને ગુરુનાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

મોટી દીકરી શીતલ લાખાણીના લગ્ન આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થવાના હતા. 6 મહિના પહેલા તેની સગાઈ HDFC બેંકમાં કામ કરતા એક વ્યક્તિ સાથે થઈ હતી. બંને બહેનોએ શા માટે આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. એક દિવસ પહેલા જ તેમના ઘરના પાલતુ કૂતરાનું પણ મોત થયું હતું. સાથે જ પોલીસ પણ આ કેસની તપાસમાં લાગેલી છે.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રિમ્સમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ આત્મહત્યા કે હત્યા તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાત્રે બંને બહેનો જન્મદિવસની ઉજવણી કરીને પોતાના રૂમમાં ગઈ હતી. સવારે 5:40 વાગ્યાના સુમારે તેની માતાએ રૂમ ખોલ્યો ત્યારે બંને બહેનોને ઉલ્ટી થઈ હતી અને બેભાન અવસ્થામાં પડી હતી.

રાંચીના રૂરલ એસપી નૌશાદ આલમે જણાવ્યું કે જે રૂમમાં બંને બહેનોના મૃતદેહ મળ્યા હતા. એફએસએલની તપાસ બાદ તેને સીલ કરવામાં આવ્યો છે. આ સિવાય તેણે જણાવ્યું કે મોટી બહેનના લગ્ન નક્કી હતા અને જન્મદિવસ દરમિયાન તેનો ભાવિ પતિ પણ હાજર હતો.

જોકે, સંબંધીઓએ પોલીસને જણાવ્યું હતું કે બંને બહેનો જન્મદિવસની ઉજવણી કરીને સુઈ ગઈ હતી અને મોટી બહેનનો ભાવિ પતિ પણ ઘરે પાછો ગયો હતો.

error: Content is protected !!