‘છત્રીવાલી’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ, રકુલ પ્રીત કોન્ડોમ ટેસ્ટરનો બોલ્ડ રોલ કરશે, જુઓ તસવીરો
મુંબઈઃ રોની સ્ક્રુવાલાની RSVP મુવીઝ પ્રોડક્શન હાઉસ દ્વારા તાજેતરમાં નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ એક કન્ડોમ ટેસ્ટરની ભૂમિકામાં જોવા મળશે. તેની ફિલ્મ‘છત્રરીવાલી’નું ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં તેના અલગ વિષયને લઈને ચર્ચામાં છે. તેમાં રકુલ એક કોન્ડોમ ટેસ્ટરની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું શૂટિંગ દિવાળી બાદથી શરૂ થઈ ગયું હતું. રકુલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે કોન્ડોમનું એક મોટું પેકેટ લઈને ઊભેલી છે. તેને સફેદ કલરના શર્ટની ઉપર વાદળી કલરનું સ્વેટર પહેર્યું છે.
વિષયને લઈને ચર્ચામાં છે ફિલ્મ
એક અન્ય તસવીરમાં રકુલ ટ્રેડિશનલ લુકમાં છે અને તેને પીળા કલરનો સલવાર સૂટ પહેર્યો છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા સમયે રકુલે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યું- ‘બિન મોસમ બરસાત કભી ભી હો સકતી હૈ…અપની છતરી તૈયાર રખીયે. છત્રરીવાલીનું પહેલું પોસ્ટ રિલીઝ છે.’ રકુલનું પાત્ર આ ફિલ્મમાં અલગ અને ચેલેન્જિંગ બની રહેશે. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હશે.
આ ફિલ્મમાં કયા કયા સ્ટાર્સ છે
ફિલ્મના ડાયરેક્ટર તેજસ પ્રભા વિજય દેઓસ્કર છે. તેનું શૂટિંગ લખનઉમાં થઈ રહ્યું છે. ફિલ્મમાં કોમેડીની સાથે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે. રકુલ ઉપરાંત તેમાં સુમિત વ્યાસ, સતીશ કૌશિક, રાજેશ તૈલંગ અને પ્રાચી શાહ પંડ્યા સહિત અન્ય લોકો પણ છે.
તેની આગામી ફિલ્મો
રકુલની અન્ય ફિલ્મોની વાત કરીએ તો આયુષ્માન ખુરાનાની સાથે તે ‘ડૉક્ટર જી’માં જોવા મળશે. આ ફિલ્મ 17 જૂન 2022માં થિયેટરોમાં રિલીઝ થશે. તે ઉપરાંત રકુલની પાસે અજય દેવગન અને અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ ‘મે ડે’ છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ ‘થેંક ગોડ’માં પણ તે જોવા મળશે.