સિંગર રાકેશ બારોટે ખરીદી લાખોની કિંમતની બ્રાન્ડ ન્યુ લક્ઝુરિયર્સ એસયુવી કાર, આપ્યા હટકે પોઝ

આજકાલ ચારેકોર ગુજરાતી સિંગર્સની બોલબાલા છે. ગીતા રબારીથી લઈને દેન પગલી સુધીના સિંગર્સ આજે લાખો ફેન ફોલોવર્સ ધરાવે છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં ગુજરાતી સિંગરોએ પોતાનું નામ બનાવ્યું છે. અમે તમને આજે આવા જ એક સિંગર વિશે વાત જણાવી રહ્યા છીએ, જેનું નામ રાકેશ બારોટ છે. પોતાના મધુર અને સૂરીલા અવાજથી રાકેશ બારોટે પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. આજની સફળતા પાછળ રાકેશ બારોટનો વર્ષોનો સંઘર્ષ છૂપાયેલો છે.

રાકેશ બારોટ ઉત્તર ગુજરાતમાં ખૂબ લોકપ્રિય છે. આજે રાકેશ બારોટ એકદમ લક્ઝુરિયર્સ લાઈફ જીવી રહ્યા છે. તેમના કાર કલેક્શનમાં વધુ એક કારની એન્ટ્રી થઈ છે. રાકેશ બારોટે તાજેતરમાં જ લાખોની કિંમતની વ્હાઈટ કલરની ફોર્ચ્યુનર કાર ખરીદી છે. રાકેશ બારોટે પોતે સોશ્યલ મીડિયામાં કાર ખરીદી તસવીરો પોસ્ટ કરી છે. રાકેશ બારોટે તસવીરો પોસ્ટ કરતા જ ચાહકો તેમને કાર ખરીદવા માટે શુભકામનાન ધોધ વધાવી રહ્યા છે. તેમજ કોમેન્ટ કરી રહ્યા છે. તેમજ ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી છે.

વાત કરીએ તેમના સફળતાની તો, તેઓ રાતોરાત સફળ નથી થયા, તેની પાછળ વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. માત્ર 14ની ઉંમરે સંગીતમાં રસ લાગ્યો હતો, તેણે મામા મણિરાજ બારોટ સાથે તેમની કેસેટ બનાવી હતી ત્યારે તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા. જોકે ત્યાર બાદ તેમની ગાડી આગળ વધી ન હતી. મામા મણિરાજ બારોટના અવસાન બાદ બીજી ઈનિંગ ચાલું કરી હતી અને સંઘર્ષ કરતા રહ્યા.

એ સમયે રાકેશ બારોટનું ગીત ‘સાજનને સંદેશો’ આવ્યું હતું. જે એવું તો છવાઈ ગયું કે લોકો રાકેશ બારોટને રાતોરાત ઓળખવા લાગ્યા હતા. ત્યાર બાદ એક પછી એક આલ્બમ મળતા ગયા અને રાકેશ બારોટ ઓડિયન્સના દિલમાં સ્થાન જમાવતા હતા. આજે સ્ટેજ ગાયક અને આલ્બમ ગાયક તરીકે રાકેશ બારોટનું મોટું નામ છે.

તેમને જાણાની નવાઈ લાગશે કે તેમનું એક ગીત એવું છવાઈ ગયું કે લોકો રાકેશ બારોટને રાતોરાત ઓળખવા લાગ્યા, ને રાકેશ બારોટની કિસ્મત ચમકી, બાદમાં એક બાદ એક આલ્બમ મળતા ગયા અને રાકેશ બારોટ ચાહકોના દિલમાં પોતાની જગ્યા બનાવતા ગયા. સિંગર રાજલ બોરોના પિતા સ્વ. મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા થાય છે, તેમના ફેમેલીની વાત કરીએ તો ચાર ભાઈમાંથી રાકેશ ત્રીજા નંબરના છે. તેમના અન્ય ભાઈ શૈલેષ પણ સિંગર છે.

મળતી માહિતી મુજબ રાકેશ બારોટે જણાવ્યું હતું કે, સમય સાથે ચાલવુ ખૂબ જ જરૂરી છે. કેસેટનો જમાનો હતો ત્યારથી હું કામ કરતો આવ્યો છું. બાદમાં વીસીડી-ડીવીડીનો જમાનો આવ્યો અને હવે યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ સાથે ડિજિટલ યુગ આવી ગયો છે. આમ સંગીતક્ષેત્રે ઘણાં કપરા ચઢાણો પણ છે તો સાથે સાથે જ મહેનત કરીએ તો સફળતા ચોક્કસપણે મળે છે.

error: Content is protected !!