બે સગા ભાઈઓએ ઝેરી દવા ગટગટાવી જીંદગી ટૂંકાવી, પરિવારનું કરુણ આક્રંદ, હત્યાનું કારણ….

એક અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. રાજકોટ બેડી યાર્ડમાં આજે પરિવારના બે સગાભાઈઓએ ઝેર દવા પી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. બનાવની જાણ થતા કુવાડવા પોલીસે સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ કરતા આર્થિક સંકડામણ હોવાનું કારણ બહાર આવી રહ્યું છે. છતાં બંને ભાઈઓએ શા માટે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બન્ને ભાઈઓ વિપુલ સૂચક અને યતીન સૂચકે બનાદાસ નામની પેઢીમાં ઓફિસ અંદર ઝેરી દવા પી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. જેમાં બન્નેએ કપાસમાં નાખવાની મોનાકોટા નામની ઝેરી દવા પી લેતા સ્થળ પર જ બંનેનું પ્રાણ પખેરું ઉડી ગયાનું જાણવા મળ્યું છે.

બંને ભાઈઓએ શટર બંધ કરીને વિષપાન કરી લીધાનું અનુમાન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.આ અંગે તેમના એક સંબંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, પરિવારમાં પૈસાને લઈને કોઈ પ્રકારની ચિંતા નહોતી. બન્ને એ આવું પગલું કેમ ભર્યું એ સમજાતું નથી

મૃતક વિપુલ સૂચક બનાદાસ ટ્રેડિંગ નામની પેઢી સંચાલન કરતા જયારે યતીનસૂચક મેડિકલ સ્ટોર ધરાવતા હતા.પરિવારમાં યતીન સૂચક મોટા હતા અને વિપુલ નાના ભાઈ હતા. આજે અચાનક બંને ભાઇ સાથે આવી રાજકોટ યાર્ડમાં પોતાની પેઢીની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બે ભાઇઓના આપઘાતની જાણ થતાં કુવાડવા પોલીસ સ્થળ પર પહોંચી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, લાશ જે સ્થિતિમાં મળી હતી તે મુજબ બંને ભાઇઓ ઓફિસમાં નીચે પલાઠી વાળીને સામસામે બેઠા હતા. ઝેરી દવાની બે બોટલ અને પાણીની એક બોટલ સાથે રાખી હતી,

બંને ભાઇએ પોતપોતાની બોટલમાંથી ઝેરી દવાના ઘૂંટડા ભર્યા હતા. દવા પીવાથી યતિનભાઇ એક તરફ અને વિપુલભાઇ બીજીબાજુ પટકાયા હતા અને બંનેના સ્થળ પર જ મૃત્યુ થયા હતા.

error: Content is protected !!