રાજકોટની સુધા ધામેલીયાની પોલીસને ચેલેન્જ, હાથમાં પિસ્તોલ અને ફિલ્મી અંદાજમાં બનાવ્યો વિડીયો

રાજેકોટમાં ડ્રગ્સનું દુષણ ફેલાવવામાં અને ડ્રગ્સની ચૂંગાલમાં ફસાવી યુવાનોની જીંદગી બરબાદ કરી નાખવામાં જેનું અનેક વખત એનડીપીએસના ગુનામાં નામ ખુલ્યું છે, તેવી સુધા ધામેલીયાના ત્રાસથી કંટાળી ગઈકાલે એક યુવાને આપઘાત કર્યો છે. હાલ ડ્રગ પેડલર સુધા ધામેલિયાનો પોલીસ-પ્રશાસનને પડકારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

જેમાં પિસ્ટલ સાથે મૂકેલા આ વિડીયોમાં એક ડાયલોગ તેણે મૂક્યો છે કે કે, ‘ઈજ્જત સે જીને કા,કિસી સે નહીં ડરને કા…ન પુલીસ સે…ન ગુંડો સે.., ન MLA સે, ન મંત્રી સે..’ હાલ આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

રાજકોટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં, એટલે કે રાજકોટના રૈયાધાર અને જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થવા પામી રહ્યાનું સામે આવ્યા બા મુખ્ય ડ્રગ-પેડલર તરીકે સુધા ધામેલિયા નામની મહિલાનું નામ ખૂલ્યું હતું.

ગત 28 જૂન 2021ના રોજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સુધાને પકડી પાડી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેને ગુજરાત હાઈકોર્ટમાંથી જમીન મળ્યા હતા. ત્યારબાદ તેણે ફરી માદક પદાર્થનો ધંધો શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, થોડા સમય પહેલાં સુધા સામે પ્રોહિબિશન અંગે પણ પોલીસ ફરિયાદ થઈ હતી અને હવે ફરી એક યુવાનને ડ્રગ્સ વેચાણ માટે દબાણ કરવામાં આવતું હોવાથી યુવાને આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

રાજકોટ પોલીસ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન રેકોડબ્રેક ગુજરાતમાં સૌથી વધુ કુલ 73 NDPSના ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં કુલ 128 આરોપી પકડી પાડીને તેમની પાસેથી કુલ 2,46,00,000નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદામાલમાં ગાંજો, કોકેઇન, એમ્ફેટેમાઇન, ચરસ, એમ.ડી. ડ્રગ્સ વગેરેનો સમાવેશ થાય છે.

error: Content is protected !!