રાજકોટમાં સંતાનો મામાના ઘરે ગયા અને માતાએ ગળેફાંસો ખાઈ લીધો, કારણ વાંચીને ચોંકી જશો

એક હ્રદય કંપાવી દેતો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં માનસિક બીમારીથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગયો છે, નોંધનીય છે કે, મૃતકના સંતાનો સાતમ-આઠમનું વેકેશન કરવા મામાના ઘરે ગયા હતા. એ સમયે પરિણીતાએ અંતિમ પગલું ભરતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો. અને માતાએ આત્મઘાતી પગલું ભરી લેતા બે બાળકો નોંધારા બન્યા છે.

પોતાના ઘરે આયખુ ટૂંકાવ્યું
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી શ્રી રામ ટાઉનશીપમાં મહિલાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, નાનામવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રી રામ ટાઉનશીપમાં રહેતા સોનલબા દિગ્વિજયસિંહ પઢિયાર (ઉ.વ 30)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે માનસિક બીમારીથી કંટાળી પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ
આ અંગે પાડોશીએ તેના પતિ દિગ્વિજયસિંહને જાણ કરતાં ઘરે દોડી જઈ પત્ની સોનલ બાને બેશુદ્ધ હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે પરણીતાનું મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. પરીણિતાના આપઘાતના બનાવ સમયે પતિ તથા તેના બે બાળકો મામા અને નાનીના ઘરે સાતમ આઠમનું વેકેશન કરવા માટે ગયા હતા અને પાછળથી માતાએ આત્મઘાતી પગલું ભરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

error: Content is protected !!