રાજકોટમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત, આત્મહત્યાનું કારણ વાંચીને આંચકો લાગશે

એક રડાવી દેતો દુઃખદ બનાવ સામે આવ્યો છે. રાજકોટના રૈયા રોડ પર આવેલા દર્શન પાર્કમાં રહેતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પિતાએ હત્યાનો આક્ષેપ કરતા મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાયું હતું. તેમજ પોલીસે આપઘાતની ફરજ અંગેનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ગળેફાંસો ખાઇ પરિણીતાનો આપઘાત: રાજકોટ શહેરના રૈયા રોડ પર દર્શન પાર્કમાં રહેતા મિતલબેન યોગેશભાઈ સાકરીયા નામના 35 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મીતલબેનના લગ્નને 16 વર્ષ થયાં છે. તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. પતિ મેટોડામાં ફ્રાઈમ્સનું કારખાનું ધરાવે છે.

પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો પિતાનો આક્ષેપ: મિતલબેનનું માવતર કાલાવડના તાલપુરમાં આવ્યું છે. તેમજ તેમના પિતાનું નામ રતિલાલ કપુરીયા છે. ગઈકાલે બનાવની જાણ થતાં જ તેઓ પણ રાજકોટ દોડી આવ્યા હતા.

તેઓએ આક્ષેપ કર્યો હતો કે મારી દીકરી એક મહિના પહેલા જ્યારે કાલાવડ મારા ઘરે આવી ત્યારે તેમના પતિ યોગેસે આવી તેમને બેફામ મારમાર્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી ત્રાસ આપતો હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે મિતલબેનના પિતાનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!