મંગેતરે આ વાતની મનાઈ ફરમાવતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી દુનિયા છોડી, જાણીને ચોંકી જશો

રાજકોટ જિલ્લાના જસદણના વિરનગરમાં રહેતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની સગાઇ બે મહિના પૂર્વે જ થઇ હતી અને મેળામાં જવા માટે મંગેતરે મનાઈ ફરમાવતા લાગી આવ્યું હતું. જેથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારમાં છવાયો શોક
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના જસદણના વીરનગરમાં રહેતી આરતી અનિલભાઈ સાકરીયા (ઉ.વ.20) નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. હાલ જસદણ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

શુક્રવારે સોમનાથ દર્શને ગયા હતા
પ્રાથમિક તપાસમાં મૃતક આરતીની બે મહિના પહેલા જ જસદણના બાખલવડ ગામે વિજય અરવિંદભાઈ પલાડીયા નામના યુવક સાથે સગાઈ થઈ હતી. તેઓ બંને શુક્રવારે સોમનાથ દર્શને ગયા હતા ત્યારબાદ ત્યાંથી પરત ફર્યા.

બીજા દિવસે વિજયને બીલેશ્વર મેળામાં જવાનું કહેતા તેમણે બાઇક નહીં હોવાનું જણાવ્યું હતું અને જેને પગલે આરતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. આરતી બે ભાઈ ત્રણ બહેનમાં ત્રીજા નંબરની હોવાનું સામે આવ્યું છે. આ અંગે જસદણ પોલીસ મથકના સ્ટાફે નિવેદન નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!