લગ્નના બીજા જ દિવસે વિધવા બની ગઈ દુલ્હન, પૂર્વ પ્રેમીએ પતિને છરીના ઘા ઝીંકી પતાવી દીધો

વધુ એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. વાત એમ છેકે જસદણના નવાગામમાં રહેતા કમલેશ મોહનભાઈ ચાવડાએ હજી તો 15 ઓગસ્ટે વડિયા ગામની કોમલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કમલેશ ક્યાં જાણતો હતો કે તેની પત્ની કોમલને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ છે. પ્રેમિકા કોમલના લગ્ન થતાં જ પ્રેમી યશંવત મહેશભાઈ મકવાણાને ખાર ચડ્યો હતો, આથી તે ગત રાત્રિના કમલેશના ઘરે ઘૂસી તેને છરીના 5 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો
ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ દોડી ગઈ હતી અને કમલેશના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ પરિવારજનોએ આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે, આથી પોલીસબેડામાં દોડધામ મચી ગઈ છે. જસદણ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો ઊમટી પડ્યા છે.

કમલેશના કોમલ સાથે બીજા લગ્ન હતા
મૃતક કમલેશના કોમલ સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્નીને છૂટાછેડા આપી કોમલ સાથે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ કમલેશને ક્યાં ખબર હતી કે કોમલને બીજા યુવક સાથે પ્રેમસંબંધ છે. કમલેશના ભાઈ વિનોદભાઈએ આટકોટ પોલીસમાં આરોપી યશવંત વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે, આથી પોલીસે યશવંત વિરુદ્ધ IPC કલમ 302, 447 અને એટ્રોસિટી કલમ 3 (2) (5) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

કમલેશને પતાવવા યશવંતને ખાર ચડ્યો હતો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, વડિયા ગામમાં રહેતી કોમલને પોતાના જ ગામના યશવંત સાથે પ્રેમસંબંધ હતો, આથી કોમલ યશવંત સાથે જતી રહી હતી, પરંતુ થોડા દિવસ પહેલાં જ કોમલ ફરી માતા-પિતા પાસે પરત ફરી હતી. બાદમાં નવાગામના જ્ઞાતિના કમલેશ સાથે કોમલના 15 ઓગસ્ટે લગ્ન કરવામાં આવ્યા હતા. કમલેશના આ બીજા લગ્ન હતા. કમલેશ સાથે પ્રેમિકા કોમલે લગ્ન કરતાં પ્રેમી યશવંતને ખાર ચડ્યો હતો, આથી ગત રાત્રિએ યશવંત કમલેશના ઘરે જઈ તેના પર છરીના પાંચ ઘા ઝીંકી દીધા હતા. આથી કમલેશનું મોત થતાં તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

કમલેશે બે મહિના પહેલાં પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા
કમલેશના અગાઉ લગ્ન થયા હતા અને સંતાનમાં પાંચ વર્ષની દીકરી પણ છે, પરંતુ વડિયાની તેમની જ જ્ઞાતિની અને નજીકના સંબંધીની દીકરી કોમલ સાથે કમલેશની આંખ મળી ગઇ હતી. બંનેએ સાથે રહેવું હોઈ, કમલેશે તેની પ્રથમ પત્‍નીને બે મહિના પહેલાં છૂટાછેડા આપી દઇ 15 ઓગસ્ટના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન કરી નવા દાંપત્‍ય જીવનની શરૂઆત કરી હતી.

કોમલને વડિયા ખાતે જ રહેતા યશવંત મકવાણા સાથે પણ પ્રેમસબંધ હોઈ, કોમલ પોતાને છોડી કમલેશ સાથે ઘર સંસાર માંડી દેતાં પ્રેમી તેને સહન ન થતાં વડિયાથી નવાગામ આવી પ્રેમિકાના પતિની હત્‍યા કરી નાસી છૂટ્યો છે. કમલેશના બનેવી સહિત બીજા અમુક મહેમાનો અને તેનો ભાઇ થોડે દૂર ફળિયામાં જ સૂતા હતા, પરંતુ તેઓ બચાવવા દોડી આવે એ પહેલાં હત્‍યારા યશવંતે છાતીના ભાગે હૃદય ઉપર મારેલો ઘા જીવલેણ નીવડ્યો હતો.

error: Content is protected !!