રાજકોટમાં કોલેજીયન યુવતીઓએ વિદ્યાનું ધામ લજવ્યું, બે વિદ્યાર્થિનીઓએ ન કરવાનું કરી નાખ્યુ

એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં બે યુવતીઓએ વિદ્યાનું ધામ લજવ્યું છે. બંને યુવતીઓએ એવું કૃત્ય કર્યું છે કે તેને જોનારા સૌ કોઈ તેમના પર ફીટકાર વરસાવવા લાગ્યા છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલી એક ખાનગી કોલેજમાં બે વિદ્યાર્થિનીઓનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને યુવતીઓ એકબીજા સાથે મારામારી કરતી નજરે પડે છે. એટલું જ નહીં, બંને શરમથી માથું ઝૂકી જાય તેવા અપશબ્દો બોલતી નજરે પડી રહી છે.

બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડાનું કારણ રૂપિયાની લેતી દેતી કે કોઈ મોટી વાત ન હતી પરંતુ બેંચ પર બેસવા મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એટલે કે સાવ સામાન્ય બાબતમાં બંને યુવતીઓ એકબીજા સાથે ઝઘડો કરવા લાગી હતી અને લાજ શરમને નેવે મૂકીને એકબીજા પર અપશબ્દો વરસાવવા લાગી હતી.

આ યુવતી પાસે બેઠેલી અન્ય વિદ્યાર્થિનીઓએ બંનેના ઝઘડાથી દૂર જ રહેવાનું યોગ્ય માન્યું હતું. બીજી તરફ અમુક વિદ્યાર્થિનીઓને બંનેને વીડિયો શૂટ કરીને આનંદ લીધો હતો. માતા-પિતા અનેક મુશ્કેલીઓ વેઠી મોંઘી ફી ભરીને સંતાનોને સારી સ્કૂલ-કૉલેજોમાં પ્રવેશ અપાવતા હોય છે. બીજી તરફ સંતાનોના આવા કૃત્યથી માતાપિતાને આઘાત લાગે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી એટલી હદે દાદાગીરી કરી રહી છે કે તે બેંચ પર બેઠેલી વિદ્યાર્થિનીને એક પછીએક તમારા મારે છે. સામાન્ય રીતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે સમાજ પણ સારી અપેક્ષા રાખતો હોય છે. સૌ કોઈ ઈચ્છા હોય છે કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં દેશનું તેમજ નાગરિકોનું ભલું કરે. જોકે, વીડિયોમાં જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે.

error: Content is protected !!