રાજેશ ખન્નાની એક ઝલક જોઇ પાગલ થઇ જતી હતી યુવતીઓ, ગાડીની ધૂળથી ભરતી હતી માંગ

હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની હાલમાંજ 9મી પુણ્યતિથિ હતી. આજથી 9 વર્ષ પહેલા કાકા પોતાના કરોડો ફેન્સને રોવડાવી દુનિયાને અલવિદા કરી ગયા હતા. કહેવામાં આવે છે કે હિન્દી સિનેમામાં રાજેશ ખન્નાને જે સ્ટારડમ મળ્યું હતું તે તેમની પહેલા કે પછી કોઇ અન્ય કલાકારને નસીબ થયું નથી. બોલીવૂડમાં પકલા માંડ્યાને થોડા જ વર્ષોમાં રાજેશ ખન્ના સુપરસ્ટાર બની ગયા હતા.

રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર 1942માં પંજાબના અમૃતસરમાં થયો હતો. વર્ષ 1966માં રાજેશ ખન્નાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. રાજેશ ખન્ના પોતાના સમયના સૌથી મોટા અભિનેતા તરીકે ઉભરીને આવ્યા અને માત્ર 28 વર્ષની ઉંમરમાં જ તેઓ સુપરસ્ટાર બની ગયા હતા. તેઓને દરેક વર્ગ અને ઉંમરના લોકો પસંદ કરતા હતા. પરંતુ કાકા માટે એ સમયે યુવતીઓ ખાસ પાગલ રહેતી હતી. તો આવો તમને કાકાના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અંગે પરિચિત કરાવીએ.

કાકા જ્યારે હિન્દી સિનેમામાં મોટા સ્ટાર બની ગયા હતા ત્યારે લોકોનો પ્રેમ તેઓને દરેક જગ્યાએ મળવાનું શરૂ થઇ ગયું હતું. તેઓ જ્યાં પણ જતા ત્યાં તેમની એક ઝલક માટે લોકોની ભીડ ઉમટી પડતી હતી. રોમેન્ટિક હિરો તરીકે પોતાની ઓળખ બનાવનારા રાજેશ ખન્ના સાથે જોડાયેલા અનેક કિસ્સા ખુબ જ ફેમશ છે. કાકા માટે યુવતીઓ પાગલ રહેતી હતી. મહિલાઓના દિલમાં રાજેશ ખન્ના માટે જે દિવાનગી જોવા મળી તે બીજા કોઇ કલાકાર માટે ક્યારેય જોવા મળી નથી.

રાજેશ ખન્નાની એક ઝલક જોઇ યુવતીઓ તેના પર પ્રાણ વારી દેવા તૈયાર થઇ જતી. તેમની સ્ટાઇલને જોઇને યુવતીઓ બેશુધ થઇ જતી હતી. ડોકને ત્રાસી કરી લહેરાતા વાળની સાથે જ્યારે રાજેશ અચાનક પોતાની આંખો ઝપકાવતા તો ફિલ્મ જોઇ રહેલી યુવતીઓ મદહોશ થઇ જતી હતી.

કાકા પર પુસ્તક લખનારા યાસિર ઉસ્માને એક એવા કિસ્સાનો ઉલ્લેખ કર્યો જેમાં તેઓએ લખ્યું કે એક બંગાળની વૃદ્ધ મહિલાને જ્યારે પુછવામાં આવ્યું કે તમારા માટે રાજેશ ખન્ના શું છે તો જવાબ મળ્યો કે તમને નહીં સમજો…જ્યારે અમે તેમની ફિલ્મો જોવા જતા હતા ત્યારે એવું લાગતું જાણે અમે ડેટ પર જઇ રહ્યાં છીએ. અમે મેકઅપ કરી બ્યૂટી પાર્લર જઇ તૈયાર થઇ ફિલ્મ જોવા જતા હતા. અમને લાગતું કે રાજેશ ખન્ના જે પડદા પર પલકે ઝપકાવી રહ્યાં છે, હંસી રહ્યાં છે એ બધુ અમારા માટે છે. થિએટરમાં બેઠેલી દરેક યુવતી આ અનુભવ કરતી હતી.

કાકા જ્યારે સુપરસ્ટાર હતા ત્યારે તેઓ એક સફેદ રંગની કારમાં ફરતા હતા અને યુવતીઓ એટલી હદે રાજેશ ખન્નાની દિવાની રહેતી હતી કે તેમની સફેદ રંગની ગાડીને કિસ કરી લાલા-ગુલાબી કરી નાખતી. એટલું જ નહીં કાકાની ગાડી પર લાગેલી ધૂળથી યુવતીઓ પોતાની માંગમાં સિંદુર તરીકે સજાવતી હતી. કાકાના આ મજેદાર કિસ્સા વ્યક્ત કરે છે કે તેઓ કેટલાક મહાન અને કેટલા મોટા કલાકાર હતા.

યુવતીઓના દિલમાં કાકાની દિવાનગીના એક આવા જ કિસ્સા અંગે વાત કરતાં જુનિયર મહમૂદે પણ વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે એક વખત રાજેશ ખન્નાની ફિલ્મનું શૂટિંગ જોવા કોલેજમાંથી કેટલીક યુવતીઓ સેટ પર આવી હતી.

જેવા કાકા સેટ પર પહોંચ્યા કે એ યુવતીઓએ તેમને ઘેરી લીધા અને તેઓને ટચ કરવા લાગી હતી. કાકાએ આવી દિવાનગી અનેક વખત જોઇ હતી, પરંતુ આવું લગભગ પહેલીવાર થયું હશે કે યુવતીઓએ તેમના કપડાં ફાટી ગયા હોય.

error: Content is protected !!