અચાનક સામેથી ટ્રેન આવતી જોઈ બેભાન થઈ ગયો યુવક, ઉપરથી પસાર થઈ ગઈ, જોનારાઓ ચીસો પાડી ગયા

રાજસ્થાનના સવાઈમાધોપુર ગંગા સીટીમાં રેલવે ટ્રેક પર ચાલતા સમયે પગ લપસવાના કારણે એક યુવક ટ્રેક પર જ પડી ગયો હતો. તેવામાં જ ટ્રેક પર માલગાડી આવી ગઈ. માલગાડીના 70 ડબ્બા યુવકના ઉપરથી પસાર થઈ ગયા. તેમ છતા તે સુરક્ષિત બચી ગયો. ગભરાઈને તે બેભાન થઈ ગયો હતો. ત્યા હાજર રહેલા લોકોએ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

સવાઈમાધોપુરના ગંગાપુર સિટીમાં દિલ્હી-મુંબઈ રેલવે લાઈન સ્થિત કરૌલી ફાટક પર બુધવારે સાંજે આ ઘટના બની. પ્રત્યક્ષદર્શી બૈરવાએ જણાવ્યું કં ગંગાપુર સિટીના વોર્ડ 22 કોલી પાડાનો રહેવાસી ડાલચંદ નસિયા રેલવે ટ્રેક પસાર કરી રહ્યો હતો.

અચાનક ઝડપી ગતીએ માલગાડીને આવતા જોઈ તે ટ્રેક પર જ પડી ગયો. આજૂ-બાજૂના લોકો તેને જોઇને બૂમો પાડવા લાગ્યા. લોકોના શ્વાસ થંભી ગયા અને એવુ લાગ્યું કે જાણે યુવકનો જીવ જતો રહ્યો. ગાડી ઉપરથી નીકળી ગઈ પણ યુવક સુરક્ષિત બચી ગયો.

ફાટક પર હાજર દીપક બૈરવા અને તેના મિત્ર સુભાષ ચંદ બૈરવાએ યુવકને સંભાળ્યો. યુવક ઉંધો થઈ ટ્રેક પર સૂઈ રહ્યો હતો. ઘાયલના ખિસામાંથી આધાર કાર્ડ મારફતે ઘરવાળાઓને ઘટનાની જાણકારી મળી. હાલ યુવક હોસ્પિટલમાં દાખલ છે.

error: Content is protected !!